ફિલ્મ 'છાવા' બોક્સ ઓફિસ પર અવલ્લ ....
નવી દિલ્હી, 22 ફેબ્રુઆરી (હિ.સ.). છત્રપતિ સંભાજી મહારાજની શૌર્યગાથા કહેતી ઐતિહાસિક ફિલ્મ 'છાવા' 14 ફેબ્રુઆરી, વેલેન્ટાઇન ડે ના રોજ બધે રિલીઝ થઈ હતી. દર્શકો છેલ્લા ઘણા દિવસોથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. બહુચર્ચિત અને મોટા બજેટવાળી ફિલ્મ 'છાવા'એ
ફિલ્મ 'છાવા' નું એક દ્રશ્ય


નવી દિલ્હી, 22 ફેબ્રુઆરી (હિ.સ.). છત્રપતિ સંભાજી મહારાજની શૌર્યગાથા કહેતી ઐતિહાસિક ફિલ્મ 'છાવા' 14 ફેબ્રુઆરી, વેલેન્ટાઇન ડે ના રોજ બધે રિલીઝ થઈ હતી. દર્શકો છેલ્લા ઘણા દિવસોથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. બહુચર્ચિત અને મોટા બજેટવાળી ફિલ્મ 'છાવા'એ રિલીઝ થતા સાથે જ બોક્સ ઓફિસ પર કરોડોની કમાણી કરી લીધી હતી. હવે ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન જાહેર થઈ ગયું છે.

ફિલ્મ 'છાવા' રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. 'છાવા' એ આખા બોક્સ ઓફિસ માર્કેટ પર કબજો જમાવી લીધો છે. ફિલ્મની લોકપ્રિયતા ફક્ત દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે. 'છાવા' એ રિલીઝના દિવસે જ 31 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મે પહેલા અઠવાડિયામાં ₹219 કરોડની કમાણી કરી હતી. આઠમા દિવસે, 'છાવા'એ 23 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં બોક્સ ઓફિસ પર 242.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

ફિલ્મ 'છાવા'માં વિક્કી કૌશલે છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવી છે. રશ્મિકા મંડન્ના રાની યેસુબાઈ ભોંસલેની ભૂમિકા ભજવી રહી છે. અક્ષય ખન્ના ઔરંગઝેબની ભૂમિકા ભજવે છે. આ ફિલ્મનું દિગ્દર્શન લક્ષ્મણ ઉતેકર દ્વારા કરવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સી.પી. સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande