પાટણ, 22 ફેબ્રુઆરી (હિ.સ.). 21 ફેબ્રુઆરી 2025ના રોજ શેઠ એમ એન હાઈસ્કૂલના પટાંગણમાં રમતોત્સવ-2025નો પ્રારંભ થયો. આ કાર્યક્રમનો શુભારંભ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રકાશભાઈ ઠક્કર, નગર સેવક મનોજભાઈ પટેલ અને આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે આકાશમાં ગેસના ફુગ્ગા છોડીને કર્યો.
પ્રકાશભાઈ ઠક્કરે ક્રિકેટ મેચનો ટોસ ઉછાળીને રમતોનો પ્રારંભ કરાવ્યો. કાર્યક્રમમાં સુપરવાઇઝર કપુરજી ઠાકોર, વર્ષાબેન પટેલ અને વ્યાયામ શિક્ષક નરેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા.
રમતોત્સવના કન્વીનર નરેશભાઈ Patel, સંજયભાઈ પટેલ અને અર્જુનસિંહે આયોજન સંભાળ્યું. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગના છ વિદ્યાર્થીઓએ મેદાન દોરવાથી લઈને રમતોના સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આ રમતોત્સવથી વિદ્યાર્થીઓમાં ટીમવર્ક, સમસ્યા નિવારણ કૌશલ્ય અને વ્યૂહાત્મક વિચારસરણીને પ્રોત્સાહન મળ્યું.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર