શ્રી ગૌરી વિદ્યાલયમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ
પાટણ, 22 ફેબ્રુઆરી (હિ.સ.). 22 ફેબ્રુઆરી, 2025ના રોજ ચંદ્રુમાણામાં શ્રી ગ્રામ વિકાસ ટ્રસ્ટ સંચાલિત શ્રી ગૌરી વિદ્યાલયમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ સફળતાપૂર્વક યોજાયો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય સતિષભાઈ પી. જાદવે મહેમાનોનું સ્વાગત પુષ્પગુ
શ્રી ગૌરી વિદ્યાલયમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ


પાટણ, 22 ફેબ્રુઆરી (હિ.સ.). 22 ફેબ્રુઆરી, 2025ના રોજ ચંદ્રુમાણામાં શ્રી ગ્રામ વિકાસ ટ્રસ્ટ સંચાલિત શ્રી ગૌરી વિદ્યાલયમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ સફળતાપૂર્વક યોજાયો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય સતિષભાઈ પી. જાદવે મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છથી કર્યું.વિશેષ અતિથિ તરીકે પધારેલા પીએમસી પ્રાથમિક શાળાના આચાર્ય ગણપતભાઈ ડોડીયાએ વિદ્યાર્થીઓને નિર્ભય થઈને પરીક્ષા આપવાનું પ્રેરણાદાયી સંદેશ આપ્યો. પેઢીનું માર્ગદર્શન આપવા નિવૃત્ત માહિતી અધિકારી ભરતભાઈ રાવલે સારા નાગરિક બનવા અને સારા માર્ક્સ મેળવવા માટે માર્ગદર્શન આપ્યું.વિદાય સમારંભમાં પૂર્વ શિક્ષક મહાદેવભાઈ દેસાઈએ શાળાની યાદો શેર કરી. વિવિધ કાર્યક્રમોનો આયોજન શ્રી રમેશભાઈ પટેલ, નિમેષભાઈ જાની અને રીટાબેને કર્યું. ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી, અને ગત વર્ષના ટોપ 3 વિદ્યાર્થીઓને બિરદાવવામાં આવ્યા.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande