પોરબંદર, 22 ફેબ્રુઆરી (હિ.સ.) પોરબંદર નજીકના કોલીખડા ગામે અકસ્માત સર્જાયો હતો બેફામ બનીને દોડતી કારે બાઈકને ઠોકર મારી હતી જેમાં પિતા-પુત્રને ઈજા પહોચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાઆ બનાવની પ્રાપ્ત વિગત મુજબ આદિત્યાણા ખાતે અરભમ રમલભાઇ ચુંડાવદરા અને તેમનો પુત્ર મિત મોટરસાયકલ લઈ અને પોરબંદરથી આદિત્યાણ તરફ જઈ રહ્યા હતા તે દરમ્યા કોલીખડાના બ્રીજ પાસે અજાણ્યા કારના ચાલકે પોતાની કાર બેફીકરાઈથી ચાલવી અને મોટરસાયકલને જોરદાર ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં અરભમભાઈને બન્ને પગે ઈજા પહોંચી હતી જયારે તેમના 14 વર્ષના પુત્ર મીતને પણ પગના ભાગે ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ અંગે અરભમભાઈએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં અજણ્યા વાહનચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya