ગાંધીનગર, 22 ફેબ્રુઆરી (હિ.સ.) ચારિત્ર્યનિર્માણથી રાષ્ટ્રનિર્માણ અને સ્વયંને બદલી વિશ્વને બદલવાનો પ્રયાસ એટલે કડી સર્વ વિશ્વવિદ્યાલયનો પાંચ દિવસીય સર્વ નેતૃત્વ કાર્યક્રમ જેની 101મી શિબિરનું આયોજન સર્વ વિદ્યાલય, કડી ખાતે કરવામાં આવ્યું જેમાં સર્વ વિદ્યાલયની વિવિધ 17 કોલેજોમાથી 73 વિધાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
સમગ્ર કાર્યક્રમમાં માસ્ટર ટ્રેનર તરીકે દીપક તેરૈયા અને ઉમા તેરૈયા ઉપસ્તિત રહ્યા હતા અને કાર્યક્રમ સવારે 5:30 થી રાત્રીના 10 વાગ્યા સુધી સતત પ્રવૃતિશીલ રહીને વિવિધ પ્રવૃતિઓ દ્વારા નેતૃત્વ અને જીવન ઘડતરનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. હરીફાઈ ભરેલા જીવનમાં ટોચ ઉપર રહેવા અને પ્રસન્ન જીવન જીવવા માટે જીવનમાં પાંચ પ્રકારનાં વિકાસની સમજણ જરૂરી હોય છે જેમાં શારીરિક, માનસિક, બૌદ્ધિક, ભાવનાત્મક અને અધ્યાત્મિક વિકાસનું શિક્ષણ પીરસ્યું હતું. “વસુધૈવ કુટુમ્બકમ” નો ભાવ જગાડવા જ્ઞાતિવાદ અને કોમવાદથી ઉપર ઉઠી સારા માનવ બનવા આહવાન કર્યું હતું. સમાપન સમારોહમાં પી. સી. વાલેરા ઉપસ્થિત રહી યુવાનોને સાઇબર સિક્યોરિટી અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમના છેલ્લા દિવસે વિદ્યાર્થીઓને સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક, અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર શિબિરનું સંચાલન અને આયોજન સર્વ નેતૃત્વ કાર્યક્રમના કો-ઓર્ડીનેટર ડો. ધર્મેન્દ્ર પટેલ, સુરજ મુંઝાણી, રાહુલ સુખડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. પૂર્વતાલીમાર્થી વિધિ રાઠોડ, ભાવેશ, ક્રિશ, દિવ્યેશ, કેવલ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા પ્રશંસનીય કામગીરી કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ