પાટણ, 22 ફેબ્રુઆરી (હિ.સ.). ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી રાજ્યના 300થી વધુ સ્થળોએ યોજાઈ, જેમાં માતૃભાષાના મહિમાગાનના વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા. પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા શ્રીમતી કે.કે.ગર્લ્સ હાઈસ્કૂલમાં વિશેષ કાર્યક્રમનું આયોજન થયું.આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ ડો.શૈલેષ બી. સોમપુરાએ મુખ્યમંત્રીનો સંદેશ વાંચી સંભળાવ્યો. લાઈબ્રેરી દ્વારા ગુજરાતી ભાષા અને સાહિત્ય માટે થતા વાર્ષિક પ્રયત્નોની માહિતી આપવામાં આવી. ગુજરાતી ભાષાના શિક્ષક દાનેશભાઈ મોદીએ માતૃભાષાની દશા અને દિશા વિષય પર મહત્વપૂર્ણ સૂચનો કર્યા.ડો. દિનેશભાઈ પ્રજાપતિએ લાઇબ્રેરીની પ્રવૃત્તિઓની સરાહના કરી. ડો. વિમલભાઈ ખમારે માતૃભાષાની વિવિધતાઓ પર જણાવ્યું અને કાર્યક્રમનું સંચાલન જ્યોતિબેન પટેલે કર્યું. સમારોહમાં સૌએ 'મારા હસ્તાક્ષર માતૃભાષામાં' બેનર પર સહી કરી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર