22મો અખિલ ભારતીય હેમચંદ્રાચાર્ય સંસ્કૃત સમારોહનો પ્રારંભ
પાટણ, 22 ફેબ્રુઆરી (હિ.સ.) હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં 22મો અખિલ ભારતીય હેમચંદ્રાચાર્ય સંસ્કૃત સમારોહ શરૂ થયો છે. આ કાર્યક્રમ ત્રણ દિવસ સુધી ચાલશે, અને તેનો આયોજન યુનિવર્સિટીના સંસ્કૃત અને ભારતીયવિદ્યા અનુસ્નાતક વિભા
22મો અખિલ ભારતીય હેમચંદ્રાચાર્ય સંસ્કૃત સમારોહનો પ્રારંભ


22મો અખિલ ભારતીય હેમચંદ્રાચાર્ય સંસ્કૃત સમારોહનો પ્રારંભ


પાટણ, 22 ફેબ્રુઆરી (હિ.સ.) હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં 22મો અખિલ ભારતીય હેમચંદ્રાચાર્ય સંસ્કૃત સમારોહ શરૂ થયો છે. આ કાર્યક્રમ ત્રણ દિવસ સુધી ચાલશે, અને તેનો આયોજન યુનિવર્સિટીના સંસ્કૃત અને ભારતીયવિદ્યા અનુસ્નાતક વિભાગ તેમજ હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યો છે.

કાર્યક્રમના પ્રથમ દિવસે, કુલપતિ ડો. કિશોરકુમાર પોરીયાએ સંસ્કૃતને આધુનિક ટેકનોલોજી સાથે જોડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, સનાતન વિચારધારા સંસ્કૃત વિના અધૂરી છે. નિવૃત પ્રિન્સિપાલ ડો. મણીભાઈ પ્રજાપતિએ ગુજરાતમાં સંસ્કૃત સંશોધન કેન્દ્રો પુનર્જીવિત કરવાની અને મંદિરોમાં હસ્તપ્રતો અને પુસ્તકોના ભંડાર સ્થાપવાની ચર્ચા કરી હતી. તેઓએ NEP 2020ની અસ્પષ્ટતા અંગે ચિંતા પણ વ્યક્ત કરી.

કાર્યક્રમમાં કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર ડો. ભગવત સરણ શુક્લએ હેમચંદ્રાચાર્યના સંસ્કૃત અને પ્રાકૃત ધર્મગ્રંથોના યોગદાનને બિરદાવ્યું અને ભાષા અને વ્યાકરણના અખંડિત સંબંધ વિશે ચર્ચા કરી. કાર્યકમમાં ડૉ. તપસ્વી નાંદી દ્વારા વ્યાખ્યાનમાળા અને શોધ સંગોષ્ઠીનું આયોજન પણ કરવામાં આવ્યું.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande