મોડાસા, 22 ફેબ્રુઆરી (હિ.સ.) સાબરકાંઠા જિલ્લાના તાલુકા મથક તલોદ નગર ખાતે ની આશ્રય સોસાયટી માં કેટલાક રહેણાક વાસીઓ વીજ પુરવઠા માં વધુ પડતા વોલ્ટેજ મળતા હોવાની અને તેથી વીજ ઉપકરણો ને નુકશાન પહોંચતું હોવાની રાવ ઉઠાવી રહ્યા છે.કેટલાક દિવસો થી પેદા થયેલી આ સમસ્યા ની જાણ તંત્ર ને કરી દેવામાં આવી હતી. .જેની કોઇજ અસર કોણ જાણે કેમ યુજીવીસીએલ તલોદ કચેરી ને કેમ થતી નથી ? તેવો સવાલ આક્રોશ સાથે અહીંના રહીશો કરી રહ્યા છે. તલોદ ની સરકારી રેફરલ હોસ્પિટલ ના પાછળના ભાગે આવેલ આશ્રય સોસાયટી ના રહેણાંક વાસીઓ પૈકીના રહીશો ની ફરિયાદ છે કે, તેમના યુજીવીસીએલ ના વીજ જોડાણ માં મળતા વોલ્ટેજ જરૂર કરતા વધુ મળી રહ્યા છે.230ય240 ને સ્થાને 280 સુધી વોલ્ટેજ મળતા હોવાથી ગમે ત્યારે કોઈક ગંભીર બનાવ બનશે ....તેવી દહેશત રહીશો વ્યક્ત કરી રહ્યા છે. જરૂર કરતા વધુ મળતા વોલ્ટેજ ને કારણે વૉશિંગ મશીન અને તેવા અન્ય વીજ ઉપકરણો બળી જવાની સંભાવના વધી રહી છે.સોલર પાવર ની પેનલ પણ ક્યારેક કામ કરતી અટકી જાય છે. આ અંગે ગત જાન્યુઆરી માસમાં એક જાગ્રત વીજ જોડાણ ધારક ગ્રાહકે વીજ કંપની ની તલોદ કચેરીને ફરિયાદ કરીને જણાવ્યું હતું. ત્યારબાદ પણ અનેક વાર કહેવા છતાં વીજ કંપની તરફથી કોઈ પરિણામ લક્ષી કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી.. 2-4 દિવસ માં થઈ જશે.. તેવા સંદર્ભ ના પ્રત્યુત્તર સિવાય અરજદાર ને કોઈ ખાસ ઠોસ સંતોષ મળેલ નથી..! આ વિસ્તાર માં એક વીજ પોલ સાથે જોડાયેલ ડીપી પણ કયારેક આકસ્મિક ઘટના ને અંજામ આપશે..તેવી પણ દહેશત વ્યક્ત થઈ રહી છે.જે પોલ સાથે ડીપી જોડાયેલી છે તે પોલ ખખડધજ હાલત માં ઊભો છે.માંડ માંડ ટકીને ઉભેલો આ પોલ જો તૂટી પડશે તો,ક્યારેક ગોઝારી ઘટના ઘટશે તેવી દહેશત પણ આસપાસ ના રહીશો વ્યક્ત કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ