જૂનાગઢ જીનિયસ સ્કૂલ માણાવદરના સંયુક્ત ઉપક્રમે 'વિશ્વ માતૃભાષા દિન'ની લાયન્સ સ્કૂલ ખાતે ઉત્સાહભેર ઉજવણી
જુનાગઢ,22 ફેબ્રુઆરી (હિ.સ.) સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી વિશ્વ માતૃભાષા દિન' નિમિત્તે 21 મી ફેબ્રુઆરી 2025 ના રોજ માણાવદર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તથા આનંદાલય પ્રેરિત પે સેન્ટર શાળા 2 માણાવદર, લાયન્સ હાયર સેકેન્ડ
માણાવદર ખાતે માતૃભાષા દિનની ઉજવણી


જુનાગઢ,22 ફેબ્રુઆરી (હિ.સ.) સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી વિશ્વ માતૃભાષા દિન' નિમિત્તે 21 મી ફેબ્રુઆરી 2025 ના રોજ માણાવદર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તથા આનંદાલય પ્રેરિત પે સેન્ટર શાળા 2 માણાવદર, લાયન્સ હાયર સેકેન્ડરી સ્કૂલ માણાવદર તેમજ જીનિયસ સ્કૂલ માણાવદરના સંયુક્ત ઉપક્રમે 'વિશ્વ માતૃભાષા દિન'ની લાયન્સ સ્કૂલ ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.

કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થના તેમજ દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવેલ. લાયન્સ સ્કૂલના આચાર્ય દેવેન્દ્રસિંહ ચુડાસમાએ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરેલ. ત્યાર બાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુસ્તકો દ્વારા સ્વાગત કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં ત્રણેય શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા વક્તવ્યો તેમજ ગૌરવ ગીતો રજૂ કરવામાં આવ્યા. કાર્યક્રમના મુખ્ય અતિથિ મામલતદાર શુક્લ સાહેબ, ડૉ. પંકજભાઈ જોશી, મિલનભાઈ વરુ, લાયન્સ સ્કૂલના શિક્ષિકા જ્યોત્સનાગામી તેમજ મુખ્ય વક્તા ભરત મેસિયા દ્વારા રસપ્રદ શૈલીમાં વિશ્વ માતૃભાષા દિનનો મહિમા વર્ણવવામાં આવ્યો હતો. કાર્યક્રમના સંયોજક કાઝીએ વિદ્યાર્થીઓને માતૃભાષાનો વધુમાં વધુ ઉપયોગ કરવા પર ભાર મૂકી વિશ્વ માતૃભાષા દિનનો ઇતિહાસ વર્ણવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન લાયન્સ સ્કૂલના શિક્ષક એમ.કે ચાવડા દ્વારા ઉત્તમ રીતે કરાયું હતું. કાર્યક્રમની આભારવિધિ ધર્મેશ ચુડાસમાએ કરી હતી.

આ કાર્યક્રમમાં લાયન્સ સ્કૂલના ટ્રસ્ટી મંડળના સભ્ય ગોપાલ ભાલોડિયા, નરેન્દ્રકુમાર સવસાણી, વિજય પટેલ તેમજ વિનોદઓઝા, સી. આર. સી. કો. ઓ. વિજય કાનગડ, વિજય મશરૂ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.આ કાર્યક્રમને સફળ બનાવવા લાયન્સ સ્કૂલના આચાર્ય ચુડાસમા, ધર્મેશ, ચાવડા, જીનિયસ સ્કૂલના નીરવ દત્તાણી, જનક ચાવડા તેમજ પે સેન્ટર શાળા 2 ના આચાર્ય કાઝી, તેમજ સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande