જુનાગઢ,22 ફેબ્રુઆરી (હિ.સ.) જુનાગઢ જિલ્લાના માંગરોળમાં રહેતા સિંધી સમાજના પરસોતમ કુંદનદાસ તન્ના, ઈશ્વર કુંદનદાસ તન્ના, લચ્છુ કુંદનદાસ તન્ના તેમજ મુરલીધર કુંદનદાસ તન્નાના માતૃ સ્વ.રૂપવતી કુંદનદાસ તન્નાનું 08 ફેબ્રુઆરી શનિવારના રોજ દુઃખદ અવસાન થયુ હતું, આ દુઃખદ સમયે તેમના પરિવારની ઈચ્છાથી તેમના ચક્ષુનું દાન કરવામાં આવ્યું હતું.
ત્યારે આજ રોજ 20 ફેબ્રુઆરી ના રોજ શિવમ્ ચક્ષુદાન આરેણા તેમજ આઈ બેંકના માધ્યમથી સ્વ.રૂપવતીબેનના ચક્ષુદાનનું પ્રમાણપત્ર સાથે શ્રીમદ્ ભાગવત્ ગીતા માંગરોળ સમસ્ત સિંધી સમાજ નવયુવક મંડળના પ્રમુખ અને પત્રકારશ્રી પ્રકાશભાઈ લાલવાણીના હસ્તે તેમના પરિવારને અર્પણ કરવામાં આવ્યુ હતું. તેમજ સ્વ.રૂપવતીબેનને શ્રદ્ધાંજલી અર્પણ કરી પરિવારજનોને સાંત્વના આપી હતી, તન્ના પરિવારના આ ઉમદા વિચાર થકી બે પ્રજ્ઞા ચક્ષુઓને નવી રોશની મળશે એ બદલ તેમના આ માનવસેવાકીય કાર્યને બિરદાવવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ