જૂનાગઢ: ડીટેઇન કરાયેલા પાંચ વાહનોને લેણી રકમ ચૂકવી દેવા આરટીઓની તાકીદ
જૂનાગઢ,22 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાત મોટર વ્હીકલ ટેક્ષ એક્ટ-1958 ની જોગવાઈઓ હેઠળ પાંચ વાહનોના બાકીદારોને નોટીસ આપવામાં આવી છે. કાયદાની કલમ-૧૨ બી હેઠળ ડીટેઈન કરેલ છે. અને વાહન કર, દંડ પેનલ્ટી વગેરેની બાકી લેણી રકમ કોલમ-4 મુજબની ભરપાઈ કરવા એકથી વધ
જૂનાગઢ: ડીટેઇન કરાયેલા પાંચ વાહનોને લેણી રકમ ચૂકવી દેવા આરટીઓની તાકીદ


જૂનાગઢ,22 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાત મોટર વ્હીકલ ટેક્ષ એક્ટ-1958 ની જોગવાઈઓ હેઠળ પાંચ વાહનોના બાકીદારોને નોટીસ આપવામાં આવી છે. કાયદાની કલમ-૧૨ બી હેઠળ ડીટેઈન કરેલ છે. અને વાહન કર, દંડ પેનલ્ટી વગેરેની બાકી લેણી રકમ કોલમ-4 મુજબની ભરપાઈ કરવા એકથી વધુ વખત નોટીસ આપવા છતાં લેણી રકમ ભરવા દરકાર કરેલ નથી. કુદરતી ન્યાયના સિધ્ધાંતો અનુસાર 25 ફેબ્રુઆરી સુધીમાં લેણી રકમ ભરીને વાહન છોડાવી જવા આખરી તક આપવામાં આવેલ છે. આ તારીખ પછી આવા કોઈ અરજદારોનો કે ફાયનાન્સરોનો હક્કદાવો રહેશે નહી અને તેમ કરવામાં કસૂર થશે તો વાહન રાજ્યસાત કરી, વાહનોની હરાજી વેચાણ કરી, બાકી લેણી રકમ વસૂલવામાં આવશે. જેની ગંભીર નોંધ લેવા જણાવવામાં આવેલ છે. લેણીની રકમ ભરવાના દિવસે અધ્યતન સ્થિતિ મુજબ નિયમોનુસારનું વ્યાજ તથા દંડનું મૂલ્યાંકન કરીને કર, દંડ અને વ્યાજની વસૂલાત કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande