જુનાગઢ, 22 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા બ્રહ્માનંદજી જિલ્લાનું વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી જૂનાગઢ જિલ્લાની અંદર દરેક તાલુકામાં થાય તેવું આયોજન કર્યું હતું જેમાં દરેક શાળાના વિદ્યાર્થીઓએ પોતાની ભાષામાં પોતાના અનુભવો માતૃભાષા વિશે લખી તથા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાન ઉપર પણ પોતાના શબ્દોમાં વર્ણવી એટલે કે અનુભવ લખી અને પોતાના સ્વજનો તથા શિક્ષકોને પોસ્ટ કાર્ડ લખી અને મોકલવામાં આવેલ છે હાલમાં પણ પોસ્ટકાર્ડ એક લુપ્ત થતું જાય છે અને ટપાલ વ્યવસ્થા એ આજના વિદ્યાર્થીઓને ખ્યાલ નથી કે પોસ્ટકાર્ડ એ શું છે તેનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓ પાસે જે આપણી સંદેશા વ્યવહાર છે તેમનો અમલ કરાવી આ માતૃભાષા દિવસ વિશે યુનેસ્કો દ્વારા નવેમ્બર 1999 માં 21 મી ફેબ્રુઆરીએ આ દિવસની ઉજવણી કરવી આજરોજ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ