પ્રધાનમંત્રી મોદી, 23 થી 25 ફેબ્રુઆરી સુધી મધ્યપ્રદેશ, બિહાર અને આસામના પ્રવાસે
નવી દિલ્હી, 22 ફેબ્રુઆરી (હિ.સ). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 થી 25 ફેબ્રુઆરી દરમિયાન મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાત લેશે. 23 ફેબ્રુઆરીએ, તેઓ મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાની મુલાકાત લેશે અને બપોરે 2 વાગ્યે બાગેશ્વર ધામ મેડિકલ એન્ડ સાયન્સ રિસર્ચ ઇ
પ્રધાનમંત્રી મોદી


નવી દિલ્હી, 22 ફેબ્રુઆરી (હિ.સ). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 થી 25 ફેબ્રુઆરી દરમિયાન મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાત લેશે. 23 ફેબ્રુઆરીએ, તેઓ મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાની મુલાકાત લેશે અને બપોરે 2 વાગ્યે બાગેશ્વર ધામ મેડિકલ એન્ડ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ કરશે.

પ્રધાનમંત્રી કાર્યાલય અનુસાર, 24 ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યે પ્રધાનમંત્રી, ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025 નું ઉદ્ઘાટન કરશે. આ પછી, તેઓ બિહારના ભાગલપુર જશે અને બપોરે લગભગ 2:15 વાગ્યે, તેઓ પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો જાહેર કરશે અને બિહારમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે.

ત્યારબાદ તેઓ ગૌહાટી જશે અને સાંજે 6 વાગ્યે ઝુમોર બિનંદિની (મેગા ઝુમોર) 2025 કાર્યક્રમમાં હાજરી આપશે. 25 ફેબ્રુઆરીના રોજ સવારે 10:45 વાગ્યે, પ્રધાનમંત્રી ગૌહાટીમાં એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025 નું ઉદ્ઘાટન કરશે.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande