પાટણ, 22 ફેબ્રુઆરી (હિ.સ.). સાંતલપુર નેશનલ હાઈવે પર પુલ પર એક ટેન્કરમાં આગ લાગી હતી. પ્રાથમિક જાણકારી અનુસાર, ટેન્કરના ટાયર ફાટવાથી આગ લાગી હોવાની શક્યતા છે. દુર્ઘટનામાં ટેન્કર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયું.
આગની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. આગથી ઉપજેલા ધુમાડા દૂરથી જોઈ શકાય હતા.
દુર્ઘટનામાં ટેન્કરના ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે. સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી શરૂ કરી છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને કોઈ જાનહાનિ થઈ નથી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર