મોડાસા, 22 ફેબ્રુઆરી (હિ.સ.) દ્વારકાધીશના કળિયુગી અવતાર બાબા રામદેવપીર ભક્તરાજ અજમલજીના ગૃહે સંવત 1461માં ભાદરવા સુદ બીજને શનિવારે રાજસ્થાનના બાડમેર જિલ્લાના શિવ તાલુકાના ઉન્ડૂ-કાશ્મીર : રામદેરિયા ગામે પારણામાં પ્રગટ થયા હતા ત્યારે પ્રાંગણમાં કુમકુમના પગલિયા થયા હતા ! અહીં 20 કરોડના ખર્ચે નિર્માણ પામેલું અતિભવ્ય અવતારધામ મંદિર પચરંગી-નવરંગી નેજાઓથી શોભી રહ્યું છે.બાબા રામદેવપીરે ફક્ત સાત વર્ષની ઉંમરે ભૈરવવધ કરીને શિવ ઉપાસક ગુરુ બાલીનાથનું ઋણ ચૂકવવા રણમાં રુણીચા વસાવ્યું હતું જે ગુજરાતમાં રણુજા તરીકે સુવિખ્યાત છે અને સંવત 1515માં ભાદરવા સુદ અગિયારસના શુભ દિવસે 54 વર્ષે રણુજાથી આશરે બે કિમી દૂર રામસરોવરની પાળે જીવંત સમાધિ લીધી હતી તે ધામ રામદેવરા કહેવાય છે
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ