પ્રોહિબીશનના ગુન્હામાં ચાર માસથી ફરાર આરોપી ઝડપાયો.
પોરબંદર,22 ફેબ્રુઆરી (હિ.સ.) પોરબંદરના કુતિયાણા પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુન્હામાં છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવામાં પોરબંદર એલસીબીને સફળતા મળી છે.કુતિયાણા પોલીસ સ્ટેશનમા ભાણવડ તાલુકાના પાસ્તરડી સીમ વિસ્તારમાં રહેતા ખીમા મસુર કો
The accused, who had been absconding for four months, was arrested.


The accused, who had been absconding for four months, was arrested.


પોરબંદર,22 ફેબ્રુઆરી (હિ.સ.) પોરબંદરના કુતિયાણા પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુન્હામાં છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવામાં પોરબંદર એલસીબીને સફળતા મળી છે.કુતિયાણા પોલીસ સ્ટેશનમા ભાણવડ તાલુકાના પાસ્તરડી સીમ વિસ્તારમાં રહેતા ખીમા મસુર કોડીયાતર નામના શખ્સ સામે પ્રોહિબીશન હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો અને છેલ્લા ચાર માસથી લાલ શાહીથી નાસતો ફરતો હતો. આ આરોપી નરસંગ ટેકરી વિસ્તારમાંથી પસાર થવાનો છે .તેવી હકિકત પોરબંદર એલસીબીને મળી હતી જેના આધારે વોચ ગોઠવી અને પોલીસે તેમને ઝડપી લીધો હતો અને કુતિયાણ પોલીસને તેમનો કબ્જો સોંપ્યો હતો આ કામગીરી પોરબંદર એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર કે કાંબરીયા, એએસઆઇ બટુક વિઝુંડા, રાજેન્દ્ર જોષી તેમજ રણજીતસિંહ દયાતર, ગોવિંદ મકવાણા, મુકેશ માવદીયા હેડ કોન્સટેબલ ઉદય વરૂ, સલીભાઈ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુ મકકા,લક્ષ્મણ ઓડેદરા તથા મહિલા હેડ કોન્સટેબલ નાથીબેન કુછડીયા અને કોન્સટેબલ નટરઓડેદરા અને રોહીતવસાવાએ કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande