વોશિંગ્ટન, નવી દિલ્હી, 22 ફેબ્રુઆરી (હિ.સ.). યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પે, પેન્ટાગોનમાં અઠવાડિયાથી ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે, શુક્રવારે સૈન્યના સંયુક્ત ચીફ્સના અધ્યક્ષ જનરલ ચાર્લ્સ ક્યુ. બ્રાઉન જુનિયરને બરતરફ કર્યા હતા. વહીવટીતંત્રમાં પરિવર્તન પછી દેશના કોઈ વરિષ્ઠ લશ્કરી અધિકારીને આ રીતે દૂર કરવામાં આવ્યા હોય, તેવી આ પહેલી ઘટના છે.
ધ ન્યૂ યોર્ક ટાઇમ્સે અહેવાલ આપ્યો છે કે, પરંપરાગત રીતે વહીવટમાં ફેરફાર થાય, ત્યારે પણ દેશના ટોચના લશ્કરી અધિકારીની ભૂમિકા સાથે ચેડા કરવામાં આવતા નથી. જનરલ ચાર્લ્સ ક્યૂ. બ્રાઉન જુનિયર, ફોર સ્ટાર ફાઇટર પાઇલટ છે. તેઓ આ પદ સંભાળનારા બીજા આફ્રિકન-અમેરિકન હતા. તેમના સ્થાને નિવૃત્ત થ્રી-સ્ટાર એરફોર્સ જનરલ ડેન કેન આવશે.
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક સંદેશમાં જણાવ્યું કે, આજે, મને એ જાહેરાત કરતા ગર્વ થાય છે કે, હું એરફોર્સ લેફ્ટનન્ટ જનરલ ડેન કેનને જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના આગામી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરી રહ્યો છું,
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ