વડોદરાનું ગૌરવબાળ કવિ અને ચિત્રકલા સ્પર્ધામાં બે વિધાર્થિનીઓએ દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવ્યું
વડોદરા/અમદાવાદ,22 ફેબ્રુઆરી (હિ.સ.) GCERT ગાંધીનગર પ્રેરિત પાંચ ઝોનનો રાજ્ય કક્ષાનો કલા ઉત્સવ રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પોરબંદર ખાતે યોજાયો હતો. જેમાં વડોદરા જિલ્લાની બરોડા પબ્લિક સ્કૂલની વિદ્યાર્થિની વ્યાસ તિથિએ બાળ કવિ સ્પર્ધામાં દ્વિત
વડોદરાનું ગૌરવબાળ કવિ અને ચિત્રકલા સ્પર્ધામાં બે વિધાર્થિનીઓએ દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવ્યું


વડોદરા/અમદાવાદ,22 ફેબ્રુઆરી (હિ.સ.) GCERT ગાંધીનગર પ્રેરિત પાંચ ઝોનનો રાજ્ય કક્ષાનો કલા ઉત્સવ રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પોરબંદર ખાતે યોજાયો હતો. જેમાં વડોદરા જિલ્લાની બરોડા પબ્લિક સ્કૂલની વિદ્યાર્થિની વ્યાસ તિથિએ બાળ કવિ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન અને એલેમ્બિક વિદ્યાલયની વિદ્યાર્થિની હૃદયા ચિત્ર કલા સ્પર્ધામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરી વડોદરા ડાયટનું ગૌરવ વધાર્યું છે.

જિલ્લા શિક્ષણાધિકારી મહેશ આર.પાંડે, ડાયટ વડોદરાના પ્રાચાર્ય દિપક કુમાર બાવિસ્ક્રર તેમજ ડાયટ પરિવારે વિજેતા વિદ્યાર્થિનીઓને અને માર્ગદર્શક શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande