પાટણ,22 ફેબ્રુઆરી (હિ.સ.) પાટણની વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા ઉત્સવ-2025નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ સંગઠનોના પદાધિકારીઓની હાજરી નોંધપાત્ર રહી, તેમજ પાટણની જનતાએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી, જેનાથી કાર્યક્રમ વધુ સફળ બન્યો.
આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ લોક ગાયક અનિરુદ્ધ આહિરે પોતાની કલાકાર વૃંદ સાથે પ્રાચીન વારસો ધરાવતી રાણીની વાવને સંગીતમય બનાવી દીધી. અનિરુદ્ધ આહિરના લોકગીતોએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા. રાત્રિ દરમિયાન ઠંડીનું વાતાવરણ અને મધુર સંગીતનો અનોખો સંમિષ્ણ બનાવાયો, જે સાથેના તમામ લોકો માટે યાદગાર અનુભવ રહ્યો.
આ કાર્યક્રમ પાટણના જિલ્લાવહીવટી તંત્ર અને સ્થાનિક સહયોગથી સફળતાપૂર્વક યોજાઈ રહ્યો હતો, અને તેમાં મળેલી ઉત્તમ પ્રશંસા દર્શાવે છે કે આ પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃતિઓનું આયોજન લોકપ્રિય અને મહત્વપૂર્ણ બની રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર