ચીનના આદિવાસી બાબતોના મંત્રી, ચાર દિવસના નેપાળ પ્રવાસ પર કાઠમંડુ પહોંચ્યા
કાઠમંડુ, નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી (હિ.સ.) ચીનના આદિવાસી બાબતોના મંત્રી પાન યુએ, રવિવારે નેપાળની ચાર દિવસની મુલાકાતે કાઠમંડુ પહોંચ્યા. નેપાળ અને ચીન વચ્ચે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ કરારના અમલીકરણ દસ્તાવેજ પર હસ્તાક્ષર થયા પછ
નેપાળ


કાઠમંડુ, નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી

(હિ.સ.) ચીનના આદિવાસી બાબતોના મંત્રી પાન યુએ, રવિવારે નેપાળની ચાર દિવસની

મુલાકાતે કાઠમંડુ પહોંચ્યા. નેપાળ અને ચીન વચ્ચે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ કરારના

અમલીકરણ દસ્તાવેજ પર હસ્તાક્ષર થયા પછી ચીન દ્વારા નેપાળની આ પહેલી મંત્રી સ્તરની

મુલાકાત છે.

ચીનના મંત્રી પાનની, નેપાળની આ મુલાકાત આદિવાસી આયોગના

અધ્યક્ષના આમંત્રણ પર થઈ રહી છે. કમિશનના અધ્યક્ષ રામ બહાદુર થાપમગરે જણાવ્યું

હતું કે,” આદિવાસી બાબતોના મંત્રી પાન ચાર દિવસ માટે નેપાળમાં રહેશે અને અહીં

કમિશનના કેટલાક કાર્યક્રમોમાં ભાગ લેશે.”

થાપામગરે કહ્યું કે,” ડિસેમ્બર 2024 માં ચીનની તેમની

મુલાકાત દરમિયાન, તેમણે આદિવાસી

બાબતોના મંત્રીને નેપાળની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. કોલંબોની મુલાકાત

પૂર્ણ કર્યા પછી આજે સવારે કાઠમંડુ પહોંચ્યા ત્યારે ચીની મંત્રીનું આદિવાસી આયોગના

અધ્યક્ષ અને સભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.”

કાઠમંડુની મુલાકાત દરમિયાન, ચીની મંત્રી નેપાળના રાષ્ટ્રપતિ રામ ચંદ્ર

પૌડેલ, ઉપરાષ્ટ્રપતિ રામ

સહાય યાદવ, વડાપ્રધાન કેપી

શર્મા ઓલી, સમાજ કલ્યાણ

મંત્રી નવલકિશોર શાહને મળવાના છે.

હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / સુનિલ નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande