વેટિકન સિટી, નવી દિલ્હી,24 ફેબ્રુઆરી
(હિ.સ.) પીઢ પોપ ફ્રાન્સિસની હાલત હજુ પણ ગંભીર છે. તેમની તબિયત છેલ્લા કેટલાક
સમયથી ખરાબ છે. તાજેતરના રક્ત પરીક્ષણમાં કિડની નિષ્ફળતાના હળવા સંકેતો જોવા
મળ્યા. રવિવારે સવારે જેમેલી હોસ્પિટલના 10મા માળે આવેલા, તેમના એપાર્ટમેન્ટમાંથી તેમણે પવિત્ર
પ્રાર્થનામાં હાજરી આપી હતી. વેટિકનને ટાંકીને સીએનએન ન્યૂઝ ચેનલના અહેવાલમાં આ
માહિતી આપવામાં આવી છે.
વેટિકને રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,” 88
વર્ષીય પોપ, બંને ફેફસામાં ન્યુમોનિયાથી પીડાઈ રહ્યા છે. એક અઠવાડિયા પહેલા તેમને
હોસ્પિટલમાં, દાખલ કરવામાં આવ્યા હતા. તેમને સતત ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે.”
વેટિકને કહ્યું કે,” તેમની સ્થિતિ દિવસેને દિવસે વધુ જટિલ બની રહી છે. બંને
ફેફસાંમાં ન્યુમોનિયા હોવાનું નિદાન થયા બાદ ફ્રાન્સિસ હોસ્પિટલમાં જ રહેશે.”
ઓર્લાન્ડો હેલ્થ મેડિકલ ગ્રુપ યુરોલોજીના ડૉ. જયમિન
બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે,” તેમની હાલત હજુ પણ ખૂબ જ ગંભીર છે.”
નોંધનીય છે કે, પોપ ફ્રાન્સિસને 14 ફેબ્રુઆરીએ
હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ 15 ફેબ્રુઆરીના રોજ યોજાનારી, જ્યુબિલી ઉજવણી રદ કરવામાં આવી
હતી. એટલું જ નહીં, 17 ફેબ્રુઆરીએ
સિનેસિટા ખાતે પોપ ફ્રાન્સિસ સાથે કલાકારોની બેઠક પણ રદ કરવામાં આવી હતી. પોપ
ફ્રાન્સિસનું સાચું નામ જોર્જ મારિયો બર્ગોગ્લિયો છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ