વિક્કી કૌશલની ફિલ્મ 'છાવા',બોક્સ ઓફિસ પર 300 કરોડ ક્લબમાં સામેલ થઈ
નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી (હિ.સ.) વિક્કી કૌશલની ફિલ્મ 'છાવા' આજકાલ દરેક જગ્યાએ ચર્ચામાં છે. ૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ થયા પછી, 'છાવા'ના શો બધે જ હાઉસફુલ વેચાઈ રહ્યા છે. આ જ કારણ છે કે આ ફિલ્મે માત્ર દસ દિવસમાં ભારતીય બોક્સ ઓફિ
છવા


નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી (હિ.સ.) વિક્કી કૌશલની ફિલ્મ 'છાવા' આજકાલ દરેક જગ્યાએ ચર્ચામાં છે. ૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ થયા

પછી, 'છાવા'ના શો બધે જ

હાઉસફુલ વેચાઈ રહ્યા છે. આ જ કારણ છે કે આ ફિલ્મે માત્ર દસ દિવસમાં ભારતીય બોક્સ

ઓફિસ પર 300 કરોડ રૂપિયાનો

આંકડો પાર કરી લીધો છે. 'છાવા' એ વિક્કી કૌશલના

ફિલ્મી કરિયરને પણ એક નવો વળાંક આપ્યો છે. 'છાવા' વિક્કી કૌશલ અભિનીત પહેલી ફિલ્મ છે જે ૩૦૦ કરોડના ક્લબમાં

જોડાઈ છે.

૧૪ ફેબ્રુઆરીથી ૨૧ ફેબ્રુઆરી સુધીના સાત દિવસમાં, વિકી કૌશલની

ફિલ્મે બોક્સ ઓફિસ પર ૨૨૫.૨૮ કરોડ રૂપિયાની જંગી કમાણી કરી. પહેલા અઠવાડિયામાં ₹200 કરોડ ક્લબમાં

જોડાયા પછી, ફિલ્મે આઠમા

દિવસે ₹24.03 કરોડની કમાણી

કરી. આ પછી, નવમા દિવસે એટલે

કે બીજા શનિવારે, 'છાવા' ની કમાણીમાં મોટો

વધારો જોવા મળ્યો. નવમા દિવસે ફિલ્મે રેકોર્ડબ્રેક ₹44.1 કરોડની કમાણી કરી.

આ ઉપરાંત, સેકનિલકે અહેવાલ આપ્યો છે કે,’ ફિલ્મે બીજા રવિવારે એટલે કે

રિલીઝના 10મા દિવસે, બોક્સ

ઓફિસ પર 40 કરોડ રૂપિયાની

શાનદાર કમાણી કરી છે.’

આ સાથે, ફિલ્મ 'છાવા'નું 10 દિવસમાં કુલ કલેક્શન 333.41 કરોડ રૂપિયા થઈ ગયું છે. આ ફિલ્મ માત્ર દસ

દિવસમાં 300 કરોડ રૂપિયાના

ક્લબમાં પ્રવેશી ગઈ છે. બોક્સ ઓફિસ પર 'છાવા' ની સફળતાને જોતા, ફિલ્મ સમીક્ષકો આગાહી કરી રહ્યા છે કે, આ ફિલ્મ ટૂંક સમયમાં

500 કરોડ રૂપિયાની

કમાણી કરનારી ફિલ્મ બનશે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિલ નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande