-ભારત અને બ્રિટન
વચ્ચે એફટીએપર વાટાઘાટો આઠ
મહિના પછી દિલ્હીમાં ફરી શરૂ થશે
નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી (હિ.સ.) ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે મુક્ત
વેપાર કરાર (એફટીએ) પર વાટાઘાટો ફરી
શરૂ કરવા માટે યુનાઇટેડ કિંગડમ (યુકે) ના વેપાર અને વાણિજ્ય પ્રધાન જોનાથન
રેનોલ્ડ્સ સોમવારે નવી દિલ્હી પહોંચ્યા. ભારત પહોંચ્યા પછી, તેઓ કેન્દ્રીય
વાણિજ્ય મંત્રીને મળ્યા. આઠ મહિનાના અંતરાલ પછી, ભારત-યુકે એફટીએપર વાટાઘાટો ફરી
શરૂ કરશે.”
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે 'એક્સ' પોસ્ટ પર
પ્રકાશિત એક નિવેદનમાં જણાવ્યું હતું કે, યુકેના વેપાર અને વાણિજ્ય સચિવ જોનાથન
રેનોલ્ડ્સને મળીને અને તેમનું ઈનક્રેડિબલ ઈન્ડિયામાં સ્વાગત કરીને ખૂબ આનંદ થયો.”
તેમણે વધુમાં લખ્યું કે,” ચર્ચાઓથી ભરેલા દિવસની આતુરતાથી
રાહ જોવાઈ રહી છે. યુકેના વેપાર અને વ્યાપાર સચિવ જોનાથન રેનોલ્ડ્સ અને
વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલ વચ્ચે, એફટીએપર 15મા રાઉન્ડની
વાટાઘાટો ટ્રમ્પના નવા ટેરિફના પડછાયા હેઠળ થશે, જેણે વિશ્વને અનિશ્ચિતતામાં ધકેલી દીધું છે.
બીજી તરફ, યુકે સરકારના એક નિવેદન અનુસાર, બંને દેશો વચ્ચે એફટીએપર બે દિવસીય
વાટાઘાટોનો ઉદ્દેશ્ય આધુનિક આર્થિક સોદા પર ચર્ચાઓને આગળ વધારવાનો છે, જે દ્વિપક્ષીય
વેપાર સંબંધોને મજબૂત બનાવશે. આ ઉપરાંત તે બંને દેશો માટે આર્થિક વિકાસ પ્રદાન
કરશે.
યુકેના વેપાર અને વાણિજ્ય મંત્રી જોનાથન રેનોલ્ડ્સે
જણાવ્યું હતું કે,” ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર (એફટીએ) દ્વિપક્ષીય વેપાર
સંબંધોને મજબૂત બનાવશે, બંને દેશોમાં
આર્થિક વિકાસ અને રોજગારને વેગ આપશે.”
મુક્ત વેપાર કરાર (એફટીએ) ની વાટાઘાટો-
ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર (એફટીએ) પર વાટાઘાટો 23 જાન્યુઆરી, 2022 ના રોજ શરૂ થઈ
હતી. બંને દેશો વચ્ચેના કરારથી આર્થિક સંબંધો મજબૂત બનશે. આ સંવાદનો ઉદ્દેશ્ય
વેપારને પ્રોત્સાહન આપવા,
ટેરિફને સરળ
બનાવવા અને નિકાસ-રોકાણનો છે.
ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2023 સુધી ભારત અને બ્રિટન વચ્ચે એફટીએપર 13 રાઉન્ડની વાતચીત
પૂર્ણ થઈ ચૂકી છે. આ સમયગાળા દરમિયાન, બંને દેશોએ ઘણા વિષયો પર ચર્ચા કરી, જેમાં મુખ્યત્વે
વેપાર સુવિધાઓ, રોકાણ, ટેકનોલોજી, કૃષિ અને સેવા
ક્ષેત્રની નીતિઓનો સમાવેશ થાય છે. પરંતુ 2024 માં બ્રિટનમાં સામાન્ય ચૂંટણીઓને કારણે વાટાઘાટોમાં વિરામ
પડ્યો હતો, જે હવે ફરી શરૂ
થવા જઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / દધીબલ યાદવ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ