પાકિસ્તાનમાં વકીલો અને પત્રકારોએ, સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો
ઇસ્લામાબાદ, નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી (હિ.સ.). પાકિસ્તાની વકીલો અને પત્રકારોએ સરકાર સામે મોરચો ખોલ્યો છે અને ઇલેક્ટ્રોનિક ગુના નિવારણ અધિનિયમ (પીઈસીએ) માં કરવામાં આવેલા સુધારાને તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે. સોમવારે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (એસસી
પાકિસ્તાની વકીલો અને પત્રકારોએ સરકાર સામે મોરચો ખોલ્યો


ઇસ્લામાબાદ, નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી (હિ.સ.). પાકિસ્તાની વકીલો અને પત્રકારોએ સરકાર સામે મોરચો ખોલ્યો છે અને ઇલેક્ટ્રોનિક ગુના નિવારણ અધિનિયમ (પીઈસીએ) માં કરવામાં આવેલા સુધારાને તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે. સોમવારે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (એસસીબીએ) ની એક સલાહકાર બેઠકમાં, સ્વતંત્ર પત્રકારત્વ પરના પ્રતિબંધોને તાત્કાલિક સમાપ્ત કરવાની હાકલ કરવામાં આવી હતી.

ડોન અખબારના અહેવાલ મુજબ, બેઠકમાં સર્વાનુમતે પસાર થયેલા ઠરાવમાં ભાર મૂકવામાં આવ્યો હતો કે, અભિવ્યક્તિની સ્વતંત્રતા લોકશાહીનો પાયો છે. બેઠકમાં હાજર પત્રકારો અને વકીલોએ પીઈસીએ (સુધારા) અધિનિયમ, 2025 ની નિંદા કરી અને તેને નકારી કાઢ્યો. આને બંધારણની કલમ 19નું ઉલ્લંઘન માનવામાં આવ્યું. આ કલમ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારની ખાતરી આપે છે.

ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, પીઈસીએ (સુધારા) અધિનિયમ, 2025, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અપનાવવામાં આવેલા આંતરરાષ્ટ્રીય નાગરિક અને રાજકીય અધિકારો પરના કરાર (આઈસીસીપીઆર) ની કલમ 19 હેઠળ સુરક્ષિત મીડિયા કર્મચારીઓના અધિકારોનું ઉલ્લંઘન કરે છે. સરકારને યાદ અપાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાને પણ આ સંધિ પર હસ્તાક્ષર કર્યા છે. આ સુધારો કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પણ ઉલ્લંઘન કરે છે. ડિજિટલ ક્ષેત્રોમાં વધતી સેન્સરશીપ અંગે બેઠકમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, સિંધ હાઈકોર્ટમાં ઇલેક્ટ્રોનિક ગુના નિવારણ અધિનિયમ (પીઈસીએ) માં તાજેતરના સુધારાને પડકારતી અરજીઓ દાખલ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande