નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી (હિ.સ.) અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજાના લગ્નને 38 વર્ષ થઈ ગયા છે, પરંતુ તાજેતરમાં
તેમના અલગ થવાના અને છૂટાછેડાના સમાચારોએ જોર પકડ્યું છે. સોશિયલ મીડિયા પર પણ
અટકળો લગાવવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર, બંને અલગ રહી રહ્યા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે,’
સુનિતાએ ગોવિંદાને છૂટાછેડાની નોટિસ મોકલી છે. જોકે, આ અહેવાલોની સત્યતા હજુ સુધી જાહેર થઈ નથી કારણ
કે ગોવિંદા કે સુનિતા બંનેમાંથી કોઈએ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. હવે
આ મામલે, ગોવિંદાના મેનેજરે પોતાનું મૌન તોડ્યું છે અને કેટલાક મહત્વપૂર્ણ ખુલાસા
કર્યા છે.’
રિપોર્ટ અનુસાર, ગોવિંદાના મેનેજર શશી સિંહાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું
કે, આ ચર્ચાઓ કેટલાક
પરિવારના સભ્યો દ્વારા, ઇન્ટરવ્યુમાં આપવામાં આવેલા નિવેદનોને કારણે શરૂ થઈ છે.
આનાથી વધુ કંઈ નહીં. ગોવિંદા તેની આગામી ફિલ્મની તૈયારીમાં વ્યસ્ત છે. તે
નિયમિતપણે ઓફિસ પણ આવી રહ્યો છે. કેટલીક બાબતો છે, જેને ઉકેલવાનો પ્રયાસ કરવામાં
આવી રહ્યો છે. ઉપરાંત, ગોવિંદાએ
છૂટાછેડા માટે કોઈ પગલું ભર્યું નથી, પરંતુ સુનિતા તરફથી કાનૂની નોટિસ મળી છે. મને ખબર નથી કે, આ
નોટિસ શેના વિશે છે. સુનિતાએ છેલ્લા કેટલાક દિવસોમાં ગોવિંદા વિશે ઘણી વાતો કહી
છે. આ લોકોના મનમાં પ્રશ્નો ઉભા કરી રહ્યું છે.
મેનેજર શશી સિંહાએ કહ્યું, બંને અલગ ઘરમાં રહેવાનો અર્થ એ નથી કે તેઓ અલગ
થઈ ગયા છે. ગોવિંદા ઘણીવાર તેના બંગલામાં રહે છે અને તે તેના બીજા ઘરમાં આવતો-જતો
રહે છે. તે થોડા દિવસો માટે બંગલામાં રહે છે. ગોવિંદા રાજકારણમાં પણ છે, તેને મંત્રાલયમાં
જવું પડે છે. તેના સરકાર સાથે સંબંધો છે. તેથી તે થોડા સમય માટે તેના બંગલામાં રહે
તે સ્વાભાવિક છે.
દરમિયાન, સુનિતા આહુજાએ ગોવિંદાને કઈ કાનૂની નોટિસ મોકલી છે અને શું
કાર્યવાહી કરવામાં આવી છે તે હજુ સ્પષ્ટ નથી. ગોવિંદા અને સુનિતાના લગ્ન ૧૯૮૭માં
થયા હતા. તેમને એક પુત્રી ટીના અને એક પુત્ર યશવર્ધન પણ છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ