ભારત, પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ, 20 ટકાથી વધુ વધારવાનું વિચારી રહ્યું છે: પુરી
ગૌહાટી, નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી (હિ.સ.) કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ બુધવારે જણાવ્યું હતું કે, ભારત પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાના લક્ષ્યાંકને 20 ટકાથી વધુ વધારવાનું વિચારી રહ્યું છે. આ માટે નીતિ આયોગ હેઠળ એક સમિતિની રચના
એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025 ને સંબોધતા હરદીપ સિંહ પુરી


ગૌહાટી, નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી (હિ.સ.) કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ બુધવારે જણાવ્યું હતું કે, ભારત પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાના લક્ષ્યાંકને 20 ટકાથી વધુ વધારવાનું વિચારી રહ્યું છે. આ માટે નીતિ આયોગ હેઠળ એક સમિતિની રચના કરવામાં આવી છે.

ગૌહાટીમાં એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025 ને સંબોધતા હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે, 19.6 ટકા બ્લેન્ડિંગનો લક્ષ્યાંક પહેલાથી જ પ્રાપ્ત થઈ ગયો છે. તેમણે કહ્યું કે, 20 ટકાથી વધુ બાયોફ્યુઅલ મિશ્રણ પર વિચારણા ચાલી રહી છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે, અમે 2026 સુધીમાં 20 ટકા મિશ્રણનો લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ અમે પહેલાથી જ 19.6 ટકા હાંસલ કરી લીધો છે. તેમણે આશા વ્યક્ત કરી કે, આવતા મહિને 20 ટકાનો લક્ષ્યાંક પ્રાપ્ત થશે. હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે, દેશમાં 1,700 કરોડ લિટર મિશ્રણ ક્ષમતા છે, જ્યારે 1,500 કરોડ લિટરનો ઉપયોગ પહેલાથી જ થઈ રહ્યો છે.

તેમણે કહ્યું કે, ભારત વિવિધ પ્રકારના ઇંધણની આયાત પર 150 અબજ અમેરિકન ડોલર બિલિયન ખર્ચ કરી રહ્યું છે અને એક ક્ષેત્ર જેના પર ધ્યાન આપવામાં આવી રહ્યું નથી તે ગ્રીન હાઇડ્રોજન છે. પુરીએ કહ્યું કે દરેક દેશ સ્વચ્છ ઉર્જા તરફ આગળ વધી રહ્યો છે પરંતુ અર્થતંત્રના પડકારો અને માંગણીઓનો સામનો કરતી વખતે આ કરવું પડશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande