નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આજે સ્વતંત્રતા સેનાની અને મહાન સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, દેશ સ્વતંત્રતા ચળવળમાં તેમના સંઘર્ષને ક્યારેય ભૂલી શકશે નહીં.
પ્રધાનમંત્રી મોદીએ તેમના એક્સ હેન્ડલ પર સ્વાતંત્ર્ય સેનાનીને યાદ કર્યા. તેમણે લખ્યું, “તમામ દેશવાસીઓ વતી, વીર સાવરકરજીને તેમની પુણ્યતિથિ પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. આઝાદીની ચળવળમાં તપસ્યા, બલિદાન, હિંમત અને સંઘર્ષથી ભરેલા તેમના અમૂલ્ય યોગદાનને કૃતજ્ઞ રાષ્ટ્ર ક્યારેય ભૂલી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે, ભારત માતાના બહાદુર પુત્ર વીર સાવરકરનું 26 ફેબ્રુઆરી 1966 ના રોજ અવસાન થયું હતું.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ