રાષ્ટ્રપતિ આજે મધ્યપ્રદેશના પ્રવાસે, બાગેશ્વર ધામ ખાતે સમૂહ લગ્ન કાર્યક્રમમાં ભાગ લેશે
છતરપુર (મધ્યપ્રદેશ), નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, આજે મહાશિવરાત્રી નિમિત્તે મધ્યપ્રદેશની એક દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. તે છતરપુર જિલ્લાના બાગેશ્વર ધામ ખાતે સમૂહ લગ્ન કાર્યક્રમમાં હાજરી આપશે અને નવદંપતીઓને આશીર્વાદ આ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, આજે બાગેશ્વર ધામની મુલાકાતે


છતરપુર (મધ્યપ્રદેશ), નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, આજે મહાશિવરાત્રી નિમિત્તે મધ્યપ્રદેશની એક દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. તે છતરપુર જિલ્લાના બાગેશ્વર ધામ ખાતે સમૂહ લગ્ન કાર્યક્રમમાં હાજરી આપશે અને નવદંપતીઓને આશીર્વાદ આપશે. આ કાર્યક્રમ પ્રખ્યાત કથાકાર અને બાગેશ્વર ધામ પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના નેતૃત્વ હેઠળ યોજાઈ રહ્યો છે. છતરપુર જિલ્લા મુખ્યાલયથી લગભગ 23 કિલોમીટર દૂર ગઢા ગામમાં શ્રી બાગેશ્વર જન સેવા સમિતિના નેજા હેઠળ આયોજિત આ સમૂહ લગ્ન સંમેલનમાં, દેશના વિવિધ રાજ્યોની 251 અસહાય છોકરીઓના મફત લગ્ન કરવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ ઉપરાંત, ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ, રોબિન ઉથપ્પા અને આરપી સિંહ, ગાયક સોનુ નિગમ, અભિનેતા પુનીત વશિષ્ઠ અને કુસ્તીબાજ ધ ગ્રેટ ખલી પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.

છતરપુરના કલેક્ટર પાર્થ જયસ્વાલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ મુર્મુ સવારે લગભગ 11 વાગ્યે ગઢા પહોંચશે અને બપોરે લગભગ 2 વાગ્યે રવાના થશે. રાષ્ટ્રપતિની મુલાકાતને ધ્યાનમાં રાખીને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તેમણે કહ્યું કે, સુરક્ષા માટે 2000 સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે, અને ભક્તોની સુવિધા માટે પાણી, શૌચાલય અને અન્ય વસ્તુઓની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. આ સ્થળને 30-35 સેક્ટરમાં વહેંચવામાં આવ્યું છે અને લોકો માટે એક મોટી એલઈડી સ્ક્રીન પણ લગાવવામાં આવી છે. આ ઉપરાંત, 20 લાખ લોકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બુંદી, રાયતા, જલેબી, માલપુઆ, પુલાવ સહિત 13 વાનગીઓ પીરસવામાં આવશે. આ માટે, 400 લોકો છેલ્લા છ દિવસથી ખોરાક રાંધવામાં વ્યસ્ત છે. નવપરિણીત યુગલોને ભેટ તરીકે 2.5 લાખ રૂપિયાની ઘરવખરીનો સામાન આપવામાં આવશે. આમાં ડબલ બેડ, સોફા, લોટની ઘંટી, કપડા અને ડ્રેસિંગ સહિત ઘરગથ્થુ ઉપયોગની 56 વસ્તુઓનો સમાવેશ થાય છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકેશ તોમર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande