મહાશિવરાત્રી પર નેપાળના પ્રધાનમંત્રી ઓલી, પહેલી વાર પશુપતિનાથ પહોંચ્યા
કાઠમંડુ, નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી (હિ.સ.) નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ મહાશિવરાત્રી નિમિત્તે, પહેલી વાર ભગવાન પશુપતિનાથના દર્શન કર્યા છે. તેમણે મધ્યરાત્રિએ પત્ની રાધિકા શાક્ય સાથે, મંદિરમાં દર્શન કર્યા પછી ખાસ પૂજા
ઓલો


કાઠમંડુ, નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી

(હિ.સ.) નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ મહાશિવરાત્રી નિમિત્તે, પહેલી વાર

ભગવાન પશુપતિનાથના દર્શન કર્યા છે. તેમણે મધ્યરાત્રિએ પત્ની રાધિકા શાક્ય સાથે,

મંદિરમાં દર્શન કર્યા પછી ખાસ પૂજા કરી. ઓલી અહીં લગભગ 45 મિનિટ રોકાયા.

પ્રધાનમંત્રીના આગમનને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા

વ્યવસ્થા કરવામાં આવી હતી. ઓલીએ મુલાકાતીઓ માટે કરવામાં આવેલી વ્યવસ્થાનો પણ

અભ્યાસ કર્યો. આ પ્રસંગે પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી બદ્રી પાંડે ઉપરાંત પશુપતિ

ક્ષેત્ર વિકાસ ભંડોળના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા.

પર્યટન મંત્રી પાંડેએ જણાવ્યું હતું કે,” ઓલીએ મંદિર

સંકુલનો પણ પરિભ્રમણ કર્યો હતો અને બધી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.” પહેલા, વડાપ્રધાન ઓલીએ

તેમના બીજા કાર્યકાળ દરમિયાન ફક્ત એક જ વાર પશુપતિનાથ મંદિરની મુલાકાત લીધી હતી.

તેમણે સોનાની જળધારી અર્પણ કરી હતી. ઓલી મહાશિવરાત્રી પર પશુપતિનાથના દર્શન કરનાર,

પ્રથમ સામ્યવાદી વડાપ્રધાન બન્યા છે. ઓલી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande