નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી (હિ.સ.) બોલિવૂડ અભિનેતા સંજય દત્ત ફરી એકવાર મોટા પડદા પર ધમાલ
મચાવશે. તેમની નવી ફિલ્મનું નામ જાહેર થઈ ગયું છે. હવે સંજય દત્ત ટૂંક સમયમાં
દિગ્દર્શક સિદ્ધાંત સચદેવની ફિલ્મ 'ધ ભૂતની'માં જોવા મળશે. મહાશિવરાત્રીના ખાસ અવસર પર, આ ફિલ્મનું
શીર્ષક અને રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે. ફિલ્મનું ટીઝર પણ રિલીઝ થઈ ગયું છે, જેમાં સંજય
દત્તનો અદ્ભુત અવતાર જોવા મળે છે. આ દમદાર દેખાવે, ચાહકોની ઉત્સુકતામાં વધુ વધારો
કર્યો છે.
સંજય દત્તે તેમની આગામી ફિલ્મ 'ધ ભૂતની' ની સત્તાવાર
જાહેરાત કરી છે, જેનું ટીઝર રિલીઝ
થઈ ગયું છે. ફિલ્મનું ટીઝર શેર કરતાં તેમણે લખ્યું, આ ગુડ ફ્રાઈડે, ડરને નવી તારીખ મળે છે. ક્યારેય ન જોયેલી હોરર, એક્શન અને કોમેડી
માટે તૈયાર રહો, ભૂતની 18 એપ્રિલે
સિનેમાઘરોમાં તાંડવ મચાવશે!
આ હોરર-થ્રિલર
ફિલ્મમાં મૌની રોય, પલક તિવારી અને
સની સિંહ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ સંજય દત્ત અને
દીપક મુકુટ સંયુક્ત રીતે કરી રહ્યા છે, જ્યારે માન્યતા દત્ત ફિલ્મની સહ-નિર્માતા છે. ફિલ્મ 'ધ ભૂતની' ૧૮ એપ્રિલ ૨૦૨૫
ના રોજ સિનેમાઘરોમાં આવવાની છે. ટીઝરમાં બધા કલાકારોની ઝલક જોવા મળી હતી.જેમાં સંજય
દત્તના દમદાર લુકની ખાસ ચર્ચા થઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ