જિયો બ્લેકરોક એસેટ મેનેજમેન્ટને, મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ માટે સેબીની મંજૂરી મળી
નવી દિલ્હી, 27 મે (હિ.સ.). જિયો બ્લેકરોક એસેટ મેનેજમેન્ટને, ભારતમાં તેના મ્યુચ્યુઅલ ફંડ વ્યવસાય માટે રોકાણ મેનેજર તરીકે કામગીરી શરૂ કરવા માટે, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) તરફથી નિયમનકારી મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરી સાથે, કંપની ટ
જિયો -બ્લેકરોક


નવી દિલ્હી, 27 મે (હિ.સ.). જિયો બ્લેકરોક એસેટ મેનેજમેન્ટને, ભારતમાં તેના મ્યુચ્યુઅલ ફંડ વ્યવસાય માટે રોકાણ મેનેજર તરીકે કામગીરી શરૂ કરવા માટે, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) તરફથી નિયમનકારી મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરી સાથે, કંપની ટૂંક સમયમાં ભારતીય મ્યુચ્યુઅલ ફંડ બજારમાં પ્રવેશ કરશે.

કંપનીએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ (જેએફએસએલ) અને બ્લેકરોકના સંયુક્ત સાહસ, જિયો બ્લેકરોક એસેટ મેનેજમેન્ટને મ્યુચ્યુઅલ ફંડ વ્યવસાય કરવા માટે સેબીની મંજૂરી મળી ગઈ છે. તે જિયો બ્લેકરોક એસેટ મેનેજમેન્ટ, જિયો ફાઇનાન્સ સર્વિસીસ લિમિટેડ અને બ્લેકરોક કંપની વચ્ચેનું 50-50 સંયુક્ત સાહસ છે.

જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઇશા અંબાણીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બ્લેકરોક પાસે વૈશ્વિક રોકાણ કુશળતા છે, જ્યારે જિયો પાસે ડિજિટલ-ફર્સ્ટ ઇનોવેશન છે, બ્લેકરોક સાથેની અમારી ભાગીદારી એક મજબૂત ભાગીદારી છે. અમે સાથે મળીને દરેક ભારતીય માટે રોકાણને સરળ, સુલભ અને સમાવિષ્ટ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. ઈશાએ કહ્યું કે, મને વિશ્વાસ છે કે જિયો બ્લેકરોક એસેટ મેનેજમેન્ટ ભારતમાં નાણાકીય સશક્તિકરણના ભવિષ્યને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

તે જ સમયે, બ્લેકરોકના આંતરરાષ્ટ્રીય વડા, રશેલ લોર્ડે જણાવ્યું હતું કે, જિયો બ્લેકરોક રોકાણકારોને સીધા ઓછા ખર્ચે સંસ્થાકીય ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પ્રદાન કરવામાં મદદ કરશે, જેનાથી ભારતમાં વધુ લોકોને મૂડી બજારોમાં પ્રવેશ મળશે.

નોંધનીય છે કે, આ સમાચાર વચ્ચે, મંગળવારે જીયો ફાઈનાન્સીયલ ના શેરમાં મોટો ઉછાળો જોવા મળ્યો. ટ્રેડિંગ દરમિયાન તેની કિંમત 290 રૂપિયાને પાર થઈ ગઈ. તે જ સમયે, શેરમાં પાછલા દિવસની તુલનામાં 3 ટકાથી વધુનો વધારો થયો. આ કંપની જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ (જેએફએસએલ) અને બ્લેકરોકનું સંયુક્ત સાહસ છે.

હિન્દુસ્તાન સમાચાર/પ્રજેશ શંકર/સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande