નવી દિલ્હી, 27 મે (હિ.સ.) નોર્વે ચેસ ટુર્નામેન્ટ 2025 ની ધમાકેદાર
શરૂઆત થઈ છે. પહેલા જ દિવસે, ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન મેગ્નસ કાર્લસને, વર્તમાન વિશ્વ
ચેમ્પિયન ડી. ગુકેશને હરાવીને એક મોટો સંદેશ આપ્યો.
આ મેચ સોમવારે નોર્વેના સ્ટેવાંગરમાં રમાઈ હતી. ખાસ વાત એ
હતી કે,” ગુકેશે સિંગાપોરમાં વિશ્વ ખિતાબ જીત્યા પછી ગુકેશ અને કાર્લસન વચ્ચે, આ
પ્રથમ ક્લાસિકલ મેચ હતી.”
દરમિયાન, અન્ય એક રોમાંચક મેચમાં, ભારતના અર્જુન એરિગૈસીએ આર્માગેડનમાં ચીનના વેઇ યીને
હરાવ્યો.
ક્લાસિકલ મેચ ડ્રો થયા બાદ, અર્જુન ટાઈબ્રેકરમાં જીત્યો.
મહિલા વર્ગમાં પણ ભારતીયો વચ્ચે કઠિન સ્પર્ધા હતી, જ્યાં કોનેરુ
હમ્પીએ આર. વૈશાલીને હરાવીને ઝુંબેશની શાનદાર શરૂઆત કરી.
પ્રથમ રાઉન્ડ પછી પોઈન્ટ સ્થિતિ:
ઓપન કેટેગરીમાં, મેગ્નસ કાર્લસન અને હિકારુ નાકામુરા 3-3 પોઈન્ટ સાથે ટોચ પર
છે. અર્જુન એરિગૈસીના 1.5 પોઈન્ટ છે. જ્યારે વે યી 1 પોઈન્ટ સાથે, ચોથા ક્રમે છે.
ફેબિયાનો કરુઆના અને ડી. ગુકેશ હજુ સુધી ખાતું ખોલી શક્યા નથી.
મહિલા વર્ગમાં, કોનેરુ હમ્પી 3 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. અન્ના મુઝીચુક
અને લી ટિંગજીના 1.5 પોઈન્ટ છે. જુ વેનજુન અને સારા ખાદેમનો એક-એક પોઈન્ટ બરાબર છે.જ્યારે આર.
વૈશાલી હજુ સુધી પોતાનો પહેલો પોઈન્ટ મેળવી શકી નથી.
આગામી મેચોમાં યુવા અને અનુભવી ખેલાડીઓ વચ્ચે કઠિન સ્પર્ધા
જોવા મળશે તેવી અપેક્ષા છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ