અમદાવાદ,નવી દિલ્હી,27 મે (હિ.સ.) દેશની ઉભરતી ટેબલ ટેનિસ પ્રતિભાઓને
પ્લેટફોર્મ પૂરું પાડવાના હેતુથી, ડ્રીમ યુટીટી જુનિયર્સ સ્પર્ધાની પ્રથમ આવૃત્તિ 29 મે થી 8 જૂન દરમિયાન
અમદાવાદના, એકા એરેના ખાતે યોજાશે. આ ટુર્નામેન્ટને અંડર-15 ખેલાડીઓ માટે એક
ઐતિહાસિક પહેલ માનવામાં આવે છે, જે ડ્રીમ સ્પોર્ટ્સ ફાઉન્ડેશન અને અલ્ટીમેટ ટેબલ ટેનિસના
સહયોગથી શરૂ કરવામાં આવી છે. આ સ્પર્ધામાં ડ્રીમ ખેલ ફાઉન્ડેશન યુવા વિકાસ
ભાગીદારની ભૂમિકા ભજવી રહ્યું છે.
દેશના 16 શ્રેષ્ઠ અંડર-15 ખેલાડીઓ સ્પર્ધા કરશે
આ સ્પર્ધામાં દેશના 16 શ્રેષ્ઠ યુવા ખેલાડીઓ (8 છોકરાઓ અને 8
છોકરીઓ) ભાગ લઈ રહ્યા છે,
જેમની પસંદગી
માર્ચમાં પૂર્ણ થયેલી ડ્રીમ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ ટેબલ ટેનિસ 2૦25માં તેમના
પ્રદર્શનના આધારે કરવામાં આવી છે. આ સ્પર્ધામાં, ચંડીગઢના સાહિલ રાવત અને મુંબઈના દિવ્યાંશી
ભૌમિકે વિજેતા બનીને બધાનું ધ્યાન ખેંચ્યું.
ખેલાડીઓને 8 ટીમોમાં વહેંચવામાં આવ્યા છે
અલ્ટીમેટ ટેબલ ટેનિસ લીગની આઠ ટીમોમાં આ 16 ખેલાડીઓનો
સમાવેશ કરવામાં આવ્યો છે:
*અમદાવાદ એસજી પાઇપર્સ: અભિક કશ્યપ, મૌબોની ચેટર્જી
*સ્ટેનલીઝ ચેન્નઈ લાયન્સ: સિદ્ધાંત ધારીવાલ, દિવ્યાંશી ભૌમિક
*દબંગ દિલ્હી ટીટીસી: આકાશ રાજવેલુ, ધાની જૈન
*દેમ્પો ગોવા ચેલેન્જર્સઃ સાહિલ રાવત, આર્ય રેડકર
*જયપુર પેટ્રિયટ્સ: ત્રિશાલ સુરાપુરેડ્ડી, શ્રેયા ધર
*કલકતા થંડરબ્લેડસ: ઋત્વિક ગુપ્તા, સ્વરા કર્માકર
*પીબીજી પુણે જગુઆર્સ: અથર્વ નવરંગે, તુષિત સૂદ
*યુ મુમ્બા ટીટી: પ્રતિક તુલાસાની, અનન્યા મુરલીધર
આ ટુર્નામેન્ટ લીગ ફોર્મેટમાં રમાશે, ફાઇનલ 8 જૂને થશે
11 દિવસની આ ટુર્નામેન્ટ લીગ ફોર્મેટમાં રમાશે, જેમાં પ્રારંભિક
તબક્કામાં કુલ ૨૦ મેચ રમાશે. આ પછી, સેમિફાઇનલ 7 જૂને અને ફાઇનલ મેચ 8 જૂને યોજાશે. મેચો દરરોજ સવારે 9:00 વાગ્યે શરૂ થશે
અને બધી મેચો ફેન્કોડ ડિજિટલ પ્લેટફોર્મ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે.
પહેલા દિવસની મેચ (29 મે)
સ્ટેનલીની ચેન્નઈ લાયન્સ વિરુદ્ધ કલકતા થંડરબ્લેડ્સ - સવારે
9:૦૦ વાગ્યે
યુ મુમ્બા ટીટી વિ દબંગ દિલ્હી ટીટીસી – સવારે 10:00 કલાકે
અમદાવાદ એસજી પાઇપર્સ વિરુદ્ધ દેમ્પો ગોવા ચેલેન્જર્સ -
સવારે 11:૦૦ વાગ્યે
આ પહેલ તમને પાયાના સ્તરથી આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર લઈ
જશે.
આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય પાયાના સ્તર અને વ્યાવસાયિક ટેબલ
ટેનિસ વચ્ચેના અંતરને દૂર કરવાનો છે. આનાથી આ યુવા ખેલાડીઓને ઉચ્ચ સ્તરનો અનુભવ
મળશે, જેથી તેઓ
ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર થઈ શકે.
ડ્રીમ ખેલ ફાઉન્ડેશન અને અલ્ટીમેટ ટેબલ ટેનિસની આ ભાગીદારી,
ભારતીય ટેબલ ટેનિસને મજબૂત બનાવવામાં મદદરૂપ સાબિત થશે. તેમનો ઉદ્દેશ્ય એ છે કે, 2030 યુથ ઓલિમ્પિક્સ
અને 2036 સમર
ઓલિમ્પિક્સમાં ભારત માટે મેડલ જીતનારા ખેલાડીઓ આ સિસ્ટમમાંથી આવે.
હિન્દુસ્થાન સમાચાર / વીરેન્દ્ર સિંહ / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ