કમલ હાસન રાજ્યસભાના સભ્ય બનશે, ડીએમકે એ ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા
ચેન્નાઈ, નવી દિલ્હી, 28 મે (હિ.સ.). પ્રખ્યાત ફિલ્મ અભિનેતા અને રાજકીય પક્ષ મક્કલ નિધિ મૈયમ (એમએનએમ) ના સ્થાપક કમલ હાસન, રાજ્યસભાના સભ્ય બનશે તે લગભગ નક્કી છે. ડીએમકે (દ્રવિડ મુનેત્ર કઝગમ) એ એમએનએમ ને રાજ્યસભાની બેઠક આપી છે, ત્યારબાદ કમલ હાસનને રાજ્યસ
કમલ હસન


ચેન્નાઈ, નવી દિલ્હી, 28 મે (હિ.સ.). પ્રખ્યાત ફિલ્મ અભિનેતા અને રાજકીય પક્ષ મક્કલ નિધિ મૈયમ (એમએનએમ) ના સ્થાપક કમલ હાસન, રાજ્યસભાના સભ્ય બનશે તે લગભગ નક્કી છે. ડીએમકે (દ્રવિડ મુનેત્ર કઝગમ) એ એમએનએમ ને રાજ્યસભાની બેઠક આપી છે, ત્યારબાદ કમલ હાસનને રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

2024 ની લોકસભા ચૂંટણી દરમિયાન ડીએમકે સાથે થયેલા કરાર મુજબ, એમએનએમ ને રાજ્યસભાની બેઠક ફાળવવામાં આવી છે. આ અંતર્ગત, ડીએમકે એ, બુધવારે એક નિવેદન બહાર પાડીને કમલ હાસનની ઉમેદવારીની સત્તાવાર જાહેરાત કરી. ડીએમકે એ તેના ચાર ઉમેદવારોની જાહેરાત કરી, જેમાં કમલ હાસનનો સમાવેશ થાય છે. બાકીના ત્રણ ઉમેદવારો છે - પી વિલ્સન, પ્રખ્યાત લેખક સલમા અને એસઆર શિવલિંગમ.

રાજ્યસભામાં હાલમાં ખાલી રહેલી 8 બેઠકો માટે આગામી મહિનાની 19મી તારીખે ચૂંટણી યોજાશે. આમાંથી 6 તમિલનાડુની અને 2 આસામની છે. 234 સભ્યોની તમિલનાડુ વિધાનસભામાં ડીએમકે પાસે 134 ધારાસભ્યો છે, જેનો અર્થ એ થયો કે, ડીએમકે છમાંથી ચાર બેઠકો જીતે તેવી શક્યતા છે અને બાકીની બે બેઠકો એઆઈએડીએમકેને જશે.

હિન્દુસ્થાન સમાચાર / ડૉ. વારા પ્રસાદ રાવ પીવી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande