ધર્મશાલા, નવી દિલ્હી, 29 મે (હિ.સ.). હિમાચલ પ્રદેશ પોલીસે, કાંગડા જિલ્લાના દેહરાથી એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા યુવકની ઓળખ, સુખહાર ગામના અભિષેક ભારદ્વાજ (20) તરીકે થઈ છે. દેહરા પોલીસ તેને આજે કોર્ટમાં રજૂ કરશે અને રિમાન્ડ માંગશે. બુધવારે કસ્ટડીમાં લીધા બાદ, લાંબી પૂછપરછ બાદ અભિષેકની ધરપકડ કરવામાં આવી હતી.
દેહરાના એસપી મયંક ચૌધરીએ જણાવ્યું હતું કે, અભિષેક ભારદ્વાજના મોબાઇલ ફોનમાંથી કેટલાક સંવેદનશીલ દસ્તાવેજો અને ફોટા મળી આવ્યા છે. ડેટા ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, ઓપરેશન સિંદૂર પછી શંકાસ્પદ પ્રવૃત્તિઓને કારણે અભિષેક પર નજર રાખવામાં આવી રહી હતી. આરોપી યુવકે કબૂલાત કરી છે કે તે સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાનને માહિતી મોકલતો હતો.
તેમણે કહ્યું કે, આરોપી સામે ભારતીય દંડ સંહિતાની કલમ 152 બીએનએસ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, તેણે કોલેજ છોડી દીધી છે. દેહરા પોલીસે રાજ્ય અને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓને આ અંગે જાણ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / સતિન્દર ધલારિયા / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ