શ્રીનગર, નવી દિલ્હી, 30 મે (હિ.સ.). જમ્મુ અને કાશ્મીર પોલીસના કાઉન્ટર-ઇન્ટેલિજન્સ કાશ્મીર ( સીઆઈકે) યુનિટે આજે સવારે કાશ્મીરના વિવિધ જિલ્લાઓમાં દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી શ્રીનગર, બડગામ, અવંતીપોરા, પુલવામા, કુપવાડા અને શોપિયાન જિલ્લામાં કરવામાં આવી છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, સીઆઈકે અને જમ્મુ અને કાશ્મીર પોલીસે આતંકવાદી સાંઠગાંઠ અંગે આ સ્થળોએ દરોડા પાડ્યા છે. સમાચાર લખાય છે ત્યાં સુધી, આ સ્થળોએ કાર્યવાહી ચાલુ હતી.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ