કર્ણાટકના અનેક જિલ્લાઓમાં ભ્રષ્ટાચાર સામે, લોકાયુક્તના દરોડા
બેંગલુરુ, નવી દિલ્હી, 31 મે (હિ.સ.) લોકાયુક્તના અધિકારીઓએ, શનિવારે કર્ણાટક રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભ્રષ્ટાચાર સામે મોટા પાયે દરોડા પાડ્યા હતા. આ દરોડા કલબુર્ગી, ધારવાડ, બાગલકોટ, ગડગ, હાવેરી, બેલ્લારી, ઉડુપી અને દાવણગેરે સહિત અનેક જિલ્લાઓમાં પાડવામા
લોકાયુક્ત દરોડા


બેંગલુરુ, નવી દિલ્હી, 31 મે (હિ.સ.) લોકાયુક્તના અધિકારીઓએ, શનિવારે કર્ણાટક રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભ્રષ્ટાચાર સામે મોટા પાયે દરોડા પાડ્યા હતા. આ દરોડા કલબુર્ગી, ધારવાડ, બાગલકોટ, ગડગ, હાવેરી, બેલ્લારી, ઉડુપી અને દાવણગેરે સહિત અનેક જિલ્લાઓમાં પાડવામાં આવ્યા હતા અને અનેક સરકારી અધિકારીઓના ઘરો, ઓફિસો અને સંબંધીઓના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી.

ગડગ જિલ્લામાં, લોકાયુક્ત એસપી હનુમંથરાયના નેતૃત્વમાં, નિર્માણ કેન્દ્ર પ્રોજેક્ટ ડિરેક્ટર ગંગાધર શિરોલના ઘર અને ઓફિસ સહિત છ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા અને પરિવારના સભ્યોના ઘરોની પણ તપાસ કરવામાં આવી હતી.

કલાબુર્ગી જિલ્લામાં, જાહેર બાંધકામ વિભાગના અધિક્ષક ઇજનેર અમીન મુખ્તારના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન, ઘણા દસ્તાવેજો, 100 કરોડ રૂપિયાની મિલકત, 25 એકર જમીનના રેકોર્ડ, પેટ્રોલ પંપ, ક્રશર મશીન લાઇસન્સ વગેરે મળી આવ્યા હતા.

ઉડુપી જિલ્લામાં કરકલા મેસ્કોમ ડિવિઝનના એકાઉન્ટ્સ ઓફિસર ગિરીશ રાવ મેને સામે અપ્રમાણસર સંપત્તિ ધરાવવાના આરોપો બાદ પાંચ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.

ધારવાડમાં જાહેર બાંધકામ વિભાગના મુખ્ય ઇજનેર એચ. સુરેશના ઘર અને ઓફિસો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.

હાવેરી અને દાવણગેરે જિલ્લાના લોકાયુક્ત અધિકારીઓ દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં, શિગ્ગાંવ તાલુકાના બડા ગામમાં પીડીઓ ઓફિસ અને ગ્રામ પંચાયત અધિકારી રામકૃષ્ણપ્પા ગુડગેરીના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા.

બાગલકોટ જિલ્લા કલેક્ટર ઓફિસના એકાઉન્ટ્સ વિભાગમાં પ્રથમ વર્ગ સહાયક શ્રીશૈલા તત્રાણીના ઘર અને ઝવેરાતની દુકાન પર લોકાયુક્તે દરોડા પાડ્યા હતા. બાગલકોટ લોકાયુક્ત ડીએસપી સિદ્ધેશ્વરના નેતૃત્વમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / રાકેશ મહાદેવપ્પા / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande