ડીઆરઆઈ એ, મિઝોરમમાં મેથામ્ફેટામાઇનનો મોટો જથ્થો જપ્ત કર્યો
નવી દિલ્હી, 1 જૂન (હિ.સ.). ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ, ડ્રગ્સ સામે મોટી કાર્યવાહી કરી અને 30 મેના રોજ મિઝોરમના ઐઝોલ-ચંફાઈ હાઇવે પર મહિન્દ્રા એક્ષયુવી માંથી 9.72 કિલો મેથામ્ફેટામાઇન ગોળીઓ જપ્ત કરી. આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર બજારમાં જ
ડીઆરઆઈ એ, મિઝોરમમાં મેથામ્ફેટામાઇનનો મોટો જથ્થો જપ્ત કર્યો


નવી દિલ્હી, 1 જૂન (હિ.સ.). ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ, ડ્રગ્સ સામે મોટી કાર્યવાહી કરી અને 30 મેના રોજ મિઝોરમના ઐઝોલ-ચંફાઈ હાઇવે પર મહિન્દ્રા એક્ષયુવી માંથી 9.72 કિલો મેથામ્ફેટામાઇન ગોળીઓ જપ્ત કરી. આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર બજારમાં જપ્ત કરાયેલ ગોળીઓની કિંમત 9.72 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

રવિવારે નાણા મંત્રાલય દ્વારા, આ અંગેની માહિતી શેર કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ પ્રતિબંધિત ડ્રગ ભારત-મ્યાનમાર સરહદના ઝોખાવાથર સેક્ટર દ્વારા મ્યાનમારથી મિઝોરમ લાવવામાં આવ્યું હતું.

ડીઆરઆઈ અધિકારીઓને 10 પેકેટ મળ્યા, જેમાં આ દાણચોરી કરાયેલ ડ્રગ છુપાવવામાં આવ્યું હતું. આ પેકેટો વાહનની પાછળની સીટ પર એક પોલાણ/ચેમ્બરમાં ચતુરાઈથી મૂકવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલ ડ્રગ અને વાહન બંને જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

જાન્યુઆરી 2025 થી, ડીઆરઆઈ એ મિઝોરમમાં 72 કરોડ રૂપિયાથી વધુ કિંમતના મેથામ્ફેટામાઇન અને હેરોઇન જપ્ત કર્યા છે. આ દરમિયાન 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એનડીપીએસ એક્ટ હેઠળ, ગુનેગારો માટે 10 વર્ષ સુધીની સખત કેદની જોગવાઈ છે. ડીઆરઆઈ ની આ કાર્યવાહી ડ્રગ્સની હેરાફેરી સામે એક કડક પગલું છે.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande