નવી દિલ્હી, 15 જૂન (હિ.સ.) ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના અનુભવી બેટ્સમેન
સ્ટીવ સ્મિથને આશા છે કે દક્ષિણ આફ્રિકા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી) ફાઇનલ દરમિયાન,
થયેલી આંગળીની ઈજામાંથી થોડા અઠવાડિયામાં સ્વસ્થ થઈ જશે. ફાઇનલ મેચના ત્રીજા દિવસે
ફિલ્ડિંગ દરમિયાન કેચ પકડતી વખતે સ્મિથને આ ઈજા થઈ હતી.
આઈસીસીએ સ્મિથને ટાંકીને કહ્યું કે,” હું હવે આઠ અઠવાડિયા માટે
સ્પ્લિન્ટમાં રહીશ અને કદાચ થોડા અઠવાડિયામાં રમી શકીશ.” તેમણે કહ્યું કે,” તે
મારી કાર્યક્ષમતા અને મારી ક્ષમતા પર નિર્ભર રહેશે.”
સ્મિથે કહ્યું કે,” હું હેલ્મેટ પહેરીને ખૂબ નજીક ઉભો હતો.
અમારી યોજના નજીક ઉભો રહેવાની હતી. મિશેલ સ્ટાર્કની બોલિંગના એંગલને કારણે, હું
બોલ જોઈ શક્યો નહીં. તે મુશ્કેલ હતું, બોલ મારા હાથમાં યોગ્ય રીતે આવ્યો ન હતો. સદનસીબે હાથમાં
કોઈ ફ્રેક્ચર નહોતું.”
36 વર્ષીય ખેલાડી,
સર્જરીથી બચવા માટે ભાગ્યશાળી હતો અને વેસ્ટ ઇન્ડીઝ સામેના પ્રવાસ પર
ઓસ્ટ્રેલિયાની આગામી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં રમવાની તક મળી છે. આ સીરિઝ આ
મહિને 25 જૂનથી શરૂ થઈ
રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / વીરેન્દ્ર સિંહ / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ