'ડોન-3' માં, મુખ્ય અભિનેત્રીની અદલા-બદલી
નવી દિલ્હી, 16 જૂન (હિ.સ.) અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક ફરહાન અખ્તરની મોસ્ટ અવેટેડ ફિલ્મ ''ડોન 3'' એ દર્શકોમાં ખૂબ જ ઉત્સાહ જગાડ્યો છે. ફિલ્મની સ્ટારકાસ્ટ અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે. શરૂઆતમાં કિયારા અડવાણીને રણવીર સિંહની સામે કાસ્ટ કરવામાં આવી
ડોન


નવી દિલ્હી, 16 જૂન (હિ.સ.) અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક ફરહાન અખ્તરની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ડોન 3' એ દર્શકોમાં ખૂબ જ ઉત્સાહ જગાડ્યો છે. ફિલ્મની સ્ટારકાસ્ટ અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે. શરૂઆતમાં કિયારા અડવાણીને રણવીર સિંહની સામે કાસ્ટ કરવામાં આવી હતી, પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે ગર્ભાવસ્થાને કારણે ફિલ્મમાંથી ખસી ગઈ છે. હવે તેના સ્થાને કૃતિ સેનનને લેવામાં આવી છે. અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે કૃતિને ફાઇનલ કરવામાં આવી છે. વાયરલ વીડિયોમાં કૃતિની પ્રતિક્રિયા પણ સ્પષ્ટ કરે છે કે, તે આ મોટા પ્રોજેક્ટનો ભાગ બની ગઈ છે.

કૃતિ સેનન દરેક વખતે તેના શાનદાર અભિનયથી દર્શકોને પ્રભાવિત કરી છે. હવે જો બધું બરાબર રહ્યું, તો તે ટૂંક સમયમાં 'ડોન 3' માં રણવીર સિંહ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. ચાહકો આ નવી જોડીની કેમેસ્ટ્રી જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તાજેતરમાં, કૃતિ સેનન તેના મિત્રો સાથે મુંબઈના એક કેફેમાંથી બહાર આવી રહી હતી, ત્યારે પાપારાઝીએ તેને જોઈ. તેઓએ મજાકમાં બૂમ પાડી, કૃતિ જી, ડોન 3, લેડી ડોન, રાહ જુઓ, લેડી ડોન આવી ગઈ છે. આ સાંભળીને કૃતિ હસતી રહી, કંઈ બોલી નહીં, પરંતુ તેના ચહેરા પરના સ્મિતથી ચાહકોને ખાતરી થઈ ગઈ કે, તે આ મોટા પ્રોજેક્ટનો ભાગ બની ગઈ છે.

અહેવાલ મુજબ, 'ડોન 3'માં કૃતિ સેનન રણવીર સિંહની સામે મુખ્ય ભૂમિકા ભજવવા જઈ રહી છે.

કૃતિ સેનનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે છેલ્લે ફિલ્મ 'દો પત્તિ'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેનો ડબલ રોલ હતો. આ ફિલ્મમાં કાજોલ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી જોવા મળી હતી. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી અને લોકોએ તેને ખૂબ જ સારો પ્રતિસાદ પણ આપ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande