ઇમ્ફાલ, નવી દિલ્હી, 16 જૂન (હિ.સ.) મણિપુરમાં સુરક્ષા દળોએ બે અલગ
અલગ કાર્યવાહીમાં, ત્રણ સક્રિય કેસીપી આતંકવાદીઓને ધરપકડ કરવામાં સફળતા મેળવી છે.
પોલીસ પ્રવક્તાએ સોમવારે જણાવ્યું હતું કે,” પહેલી
કાર્યવાહી ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના લામલૈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોઓમ્બુંગ પુલના
પૂર્વ છેડે કરવામાં આવી હતી.જ્યાંથી કેસીપી
(એમસી પ્રોગ્રેસિવ) ના સક્રિય સભ્ય તાખેલ્લમ્બમ ગાંધી સિંહ ઉર્ફે થૌઉબા (25) ની ધરપકડ કરવામાં
આવી હતી. તે થૌઉબાલ જિલ્લાના નોંગાંગખોંગ લાઇ લેઇરાકના થૌબલ એમઆઈ રોડનો રહેવાસી છે
અને હાલમાં ઇમ્ફાલ પૂર્વના, પુંગડોંગબમ અવવાંગ લેઇરાકમાં રહેતો હતો. તેની પાસેથી
એક મોબાઇલ ફોન, એક સિમ કાર્ડ અને
એક આધાર કાર્ડ મળી આવ્યું હતું.”
બીજી કાર્યવાહી થૌબલ જિલ્લાના નોંગપોક સેકમૈ પોલીસ સ્ટેશન
વિસ્તારમાં શિખોંગ શેમઈ બજારમાં કરવામાં આવી હતી.જ્યાંથી બે
કેસીપી (એમએફએલ) આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમાં સદા લુંગથરનો રહેવાસી
સોંગમ હુંગયો (19) અને ઇમ્ફાલ
પૂર્વના કોંગપાલ કોંગખમ લેઈરાકનો રહેવાસી તોઇજામ જૈમસન મૈતેઇ ઉર્ફે બોરો (25)નો સમાવેશ થાય
છે. આ બંને પાસેથી બે મોબાઇલ ફોન મળી આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અરવિંદ રાય / વીરેન્દ્ર
સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ