નવી દિલ્હી, 16 જૂન (હિ.સ.) આજે સ્થાનિક બુલિયન બજારમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. આજે સોનું 150 રૂપિયા થી 170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે. કિંમતોમાં નબળાઈને કારણે, આજે દેશના મોટાભાગના બુલિયન બજારોમાં 24 કેરેટ સોનું 1,01,510 રૂપિયાથી 1,01,660 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. તેવી જ રીતે, આજે 22 કેરેટ સોનું 93,050 રૂપિયાથી 93,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વચ્ચે વેચાઈ રહ્યું છે. આજે ચાંદીના ભાવમાં પણ 100 રૂપિયાની થોડી નબળાઈ જોવા મળી છે, જેના કારણે દિલ્હી બુલિયન બજારમાં આ ચમકતી ધાતુ 1,09,900 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગઈ છે.
દિલ્હીમાં આજે 24 કેરેટ સોનું 1,01,660 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 93,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ રહ્યો છે. તે જ સમયે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં, 24 કેરેટ સોનું 1,01,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 93,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યો છે. એ જ રીતે અમદાવાદમાં, 24 કેરેટ સોનાનો છૂટક ભાવ 1,01,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 93,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ રહ્યો છે. આ મુખ્ય શહેરો ઉપરાંત ચેન્નાઈમાં, આજે 24 કેરેટ સોનું 1,01,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 93,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યો છે. કોલકતામાં પણ, 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,01,510 રૂપિયા અને 22 કેરેટ સોનું 93,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે.
લખનૌના બુલિયન માર્કેટમાં, આજે 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,01,660 રૂપિયા અને 22 કેરેટ સોનું 93,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. પટનામાં, 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,01,560 રૂપિયા છે, જ્યારે 22 કેરેટ સોનું 93,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. જયપુરમાં, 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,01,660 રૂપિયા અને 22 કેરેટ સોનું 93,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે.
દેશના અન્ય રાજ્યોની જેમ, કર્ણાટક, તેલંગાણા અને ઓડિશાના બુલિયન માર્કેટમાં આજે સોનું સસ્તું થયું છે. આ ત્રણ રાજ્યોની રાજધાની બેંગલુરુ, હૈદરાબાદ અને ભુવનેશ્વરમાં આજે 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,01,510 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. તેવી જ રીતે, આ ત્રણ શહેરોના બુલિયન બજારોમાં 22 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 93,050 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ