પોરબંદર, 17 જૂન (હિ.સ.)અગામી 21મી જૂન, 2025 ના રોજ સ્વસ્થ ગુજરાત,મેદસ્વિતા મુક્ત ગુજરાત થીમ પર વિશ્વ યોગ દિવસની ઉજવણી- 2025 ના આયોજન માટે પોરબંદર કલેક્ટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી સભાખંડ પોરબંદર ખાતે બેઠક યોજવામાં આવી હતી. કલેક્ટરએ જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી સુવ્યવસ્થિત રીતે થઇ શકે તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા.
જિલ્લા સ્તરથી લઈને તાલુકા તથા ગ્રામ્ય સ્તરે પણ વિશેષ આયોજન કરી યોગના પ્રચાર-પ્રસાર અને જનજાગૃતિના લક્ષ્ય સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા માર્ગદર્શન આપ્યું હતું.ઉલ્લેખનીય છે કે,પોરબંદર જિલ્લામાં જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી પોરબંદર શહેરમાં હજૂર પેલેસ, પાછળ ચોપાટી ખાતે કરવામાં આવશે તેમજ પોરબંદર રાણાવાવ અને કુતિયાણા તાલુકા કક્ષાએ અને શાળાઓ, આરોગ્ય કેન્દ્ર, જેલ અને હેડક્વાર્ટર સહિતના પોલીસ સ્ટેશનોએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.આ બેઠકમાં અધિક જિલ્લા કલેક્ટર જે.બી. વદર, નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી એલ.વાઘાણી, પોરબંદર પ્રાંત અધિકારી સંદીપ જાદવ, કુતિયાણા પ્રાંત અધિકારી નેહા સોજીત્રા, જિલ્લા શિક્ષણ અધિકારી જીગ્નેશ પરમાર, જિલ્લા યુવા વિકાસ અધિકારી પરબત હાથલિયા,જિલ્લા રમત ગમત અધિકારી ડૉ.પ્રવિણાબેન પાંડાવદરા,તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya