નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.) આજે સ્થાનિક સોના બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સોનું 1,050 રૂપિયા થી 1,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે. કિંમતોમાં નબળાઈને કારણે, આજે દેશના મોટાભાગના સોના બજારોમાં 24 કેરેટ સોનું 1,00,370 રૂપિયાથી 1,00,520 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. તેવી જ રીતે, આજે 22 કેરેટ સોનું 92,000 રૂપિયાથી 92,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વચ્ચે વેચાઈ રહ્યું છે. સોનાથી વિપરીત, ચાંદીના ભાવમાં આજે 100 રૂપિયાનો નજીવો વધારો થયો છે, જેના કારણે દિલ્હીના સોના બજારમાં આ ચમકતી ધાતુ 1,10,000 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગઈ છે.
દિલ્હીમાં આજે, 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,00,520 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 92,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ રહ્યો છે. તે જ સમયે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં, 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,00,370 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 92,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. એ જ રીતે અમદાવાદમાં, 24 કેરેટ સોનાનો છૂટક ભાવ 10 ગ્રામ દીઠ 1,00,420 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 92,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યો છે. આ મુખ્ય શહેરો ઉપરાંત ચેન્નાઈમાં, આજે 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,00,370 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 92,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. કલકતામાં પણ, 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,00,370 રૂપિયા અને 22 કેરેટ સોનું 92,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે.
લખનૌના બુલિયન માર્કેટમાં, આજે 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,00,520 રૂપિયા અને 22 કેરેટ સોનું 92,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. પટનામાં, 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,00,420 રૂપિયા છે, જ્યારે 22 કેરેટ સોનું 92,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. જયપુરમાં, 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,00,520 રૂપિયા અને 22 કેરેટ સોનું 92,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે.
દેશના અન્ય રાજ્યોની જેમ, કર્ણાટક, તેલંગાણા અને ઓડિશાના બુલિયન માર્કેટમાં આજે સોનું સસ્તું થયું છે. આ ત્રણ રાજ્યોની રાજધાની બેંગલુરુ, હૈદરાબાદ અને ભુવનેશ્વરમાં આજે 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,00,370 રૂપિયાના સ્તરે કારોબાર કરી રહ્યું છે. તેવી જ રીતે, આ ત્રણ શહેરોના બુલિયન બજારોમાં, 22 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 92,000 રૂપિયાના સ્તરે વેચાઈ રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ