પ્રધાનમંત્રી મોદી જી-7 સમિટમાં ભાગ લેવા માટે કેલગરી પહોંચ્યા
કેલગરી, નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.) ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-7 સમિટમાં ભાગ લેવા માટે આજે થોડા સમય પહેલા કેલગરી પહોંચ્યા હતા. કેલગરી કેનેડિયન પ્રાંત અલ્બર્ટામાં એક મુખ્ય શહેર છે. કેલગરી પ્રાંતના દક્ષિણ ભાગમાં કેને
નમો


કેલગરી, નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.) ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર

મોદી જી-7 સમિટમાં ભાગ

લેવા માટે આજે થોડા સમય પહેલા કેલગરી પહોંચ્યા હતા. કેલગરી કેનેડિયન પ્રાંત અલ્બર્ટામાં

એક મુખ્ય શહેર છે. કેલગરી પ્રાંતના દક્ષિણ ભાગમાં કેનેડિયન રોકીઝની પૂર્વમાં, ઊંચા

મેદાનો અને તળેટીવાળા પ્રદેશમાં આવેલું છે. જી-7 સમિટમાં પ્રધાનમંત્રી મોદીની આ સતત છઠ્ઠી ભાગીદારી છે.

આ મુલાકાત પ્રધાનમંત્રી મોદીની ત્રણ દેશોની સત્તાવાર

મુલાકાતનો ભાગ છે. તે સાયપ્રસથી શરૂ થઈ હતી અને ક્રોએશિયામાં સમાપ્ત થશે.

ભારતીય વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) તન્મય લાલે

પ્રધાનમંત્રી મોદીની સાયપ્રસ મુલાકાતના સમાપન પર વિગતવાર ટિપ્પણી કરી.

તેમણે કહ્યું કે,” આ પ્રધાનમંત્રી મોદીની સાયપ્રસની પ્રથમ

મુલાકાત હતી અને છેલ્લા બે દાયકામાં કોઈપણ ભારતીય પ્રધાનમંત્રીની પ્રથમ મુલાકાત

હતી. લાલે કહ્યું, આ ઐતિહાસિક

મુલાકાત આપણા બંને દેશો વચ્ચેની સ્થાયી મિત્રતા અને વિશ્વસનીય ભાગીદારીને પ્રકાશિત

કરે છે. જી-૭ સમિટમાં યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, જર્મની, જાપાન, ઇટાલી, કેનેડા અને યુરોપિયન યુનિયન (ઈયુ) ના નેતાઓ ભાગ લઈ

રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

---------------

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande