7 વર્ષથી નાસતો ફરતા આરોપીને, ઝડપી પાડતી પોરબંદર ક્રાઇમ બ્રાન્ચ.
પોરબંદર, 17 જૂન (હિ.સ.) મિયાણી મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુન્હામાં છેલ્લા 7 વર્ષથી નાસતો ફરતો આરોપી કોલીખડા નજીક થી પોરબંદર ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે. પોરબંદર પોલીસ દ્વારા વિવિધ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવાની સૂચન
7 વર્ષથી નાસતો ફરતા આરોપીને ઝડપી પાડતી પોરબંદર  ક્રાઇમ  બ્રાન્ચ.


પોરબંદર, 17 જૂન (હિ.સ.) મિયાણી મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુન્હામાં છેલ્લા 7 વર્ષથી નાસતો ફરતો આરોપી કોલીખડા નજીક થી પોરબંદર ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે.

પોરબંદર પોલીસ દ્વારા વિવિધ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવાની સૂચનાના અનુસંધાને પોરબંદર ક્રાઇમ બ્રાન્ચના જવાનને બાતમી મળી હતી કે પ્રોહીબિશનના ગુન્હામાં છેલ્લા 7 વર્ષથી નાસતો ફરતો આરોપી કોલીખડા ટી-પોઇન્ટ પાસે હોવાથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોલીખડા ટી- પોઇન્ટ નજીકથી મિયાણી મરિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રિહોબિશનના ગુન્હાનો 7 વર્ષથી નાસતો ફરતો લાલશાહીનો આરોપી ભુરા અરજન મોરી નામનો શખ્સને ઝડપી પાડ્યો હતો.પોલીસે ભુરા મોરીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande