ફાતિમા સના શેખ સાથે, આર. માધવન રોમાંસ કરશે, ફિલ્મ 'આપ જૈસા કોઈ' ની જાહેરાત
નવીદિલ્હી,17 જૂન (હિ.સ.) બોલીવુડ અભિનેતા આર. માધવન અને ફાતિમા સના શેખ, ટૂંક સમયમાં ''આપ જૈસા કોઈ'' નામની રોમેન્ટિક ડ્રામા ફિલ્મમાં જોવા મળશે. 11 જુલાઈથી ઓટીટી પર સ્ટ્રીમ થઈ રહેલી ''આપ જૈસા કોઈ'' એક હૃદયસ્પર્શી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે જેમાં
ફિલ્મ 'આપ જૈસા કોઈ' નું પોસ્ટર


નવીદિલ્હી,17 જૂન (હિ.સ.) બોલીવુડ અભિનેતા આર. માધવન અને ફાતિમા સના શેખ, ટૂંક સમયમાં 'આપ જૈસા કોઈ' નામની રોમેન્ટિક ડ્રામા ફિલ્મમાં જોવા મળશે. 11 જુલાઈથી ઓટીટી પર સ્ટ્રીમ થઈ રહેલી 'આપ જૈસા કોઈ' એક હૃદયસ્પર્શી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે જેમાં જૂના સમયનો માસૂમ પ્રેમ અને આજના સંબંધોની જટિલ લાગણીઓ એકબીજા સાથે અથડાય છે. આ ફિલ્મ માત્ર એક પ્રેમકથા નથી, પરંતુ સમાનતા અને સમજણ પર આધારિત સંબંધની શોધમાં ભાવનાત્મક સફર છે.

આર. માધવન એક શરમાળ, પરંપરાગત સંસ્કૃત શિક્ષકની ભૂમિકામાં સંપૂર્ણ સંવેદનશીલતા સાથે જોવા મળશે. ફાતિમા સના શેખ સ્પષ્ટવક્તા ફ્રેન્ચ શિક્ષક મધુની ભૂમિકા ભજવે છે, જે જીવનને ખુલ્લેઆમ જીવવામાં માને છે. જ્યારે સંપૂર્ણપણે અલગ દુનિયાના આ બે લોકો ટકરાય છે, ત્યારે એક પ્રેમકથાનો જન્મ થાય છે જે ફક્ત હૃદયને જ નહીં, પણ સ્વ-શોધ, પરિવાર અને સંબંધના ઊંડાણમાં પણ ડૂબકી લગાવે છે.

'આપ જૈસા કોઈ'નું દિગ્દર્શન, વિવેક સોની દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે અગાઉ મીનાક્ષી સુંદરેશ્વર જેવી લોકપ્રિય ફિલ્મો માટે નેટફ્લિક્સ સાથે કામ કર્યું છે. આ ફિલ્મ ધર્માટિક એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનાવવામાં આવી છે, જે ધર્મા પ્રોડક્શન્સની ડિજિટલ શાખા છે. નિર્માતાઓ કરણ જોહર, આદર પૂનાવાલા, અપૂર્વ મહેતા અને સોમેન મિશ્રા આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા છે.

દિગ્દર્શક વિવેક સોનીના મતે, 'આપ જૈસા કોઈ' એક વાર્તા છે, જે અજાણતાં આપણી આસપાસ બાંધેલી ભાવનાત્મક દિવાલોને તોડવાની વાત કરે છે. આ ફિલ્મ સાચા સંબંધોમાં હાજર ખચકાટ, મૂંઝવણ અને પ્રામાણિકતાને સંપૂર્ણ રીતે દર્શાવે છે. માધવન અને ફાતિમાએ, પોતાના પાત્રોને એટલી સંવેદનશીલતા અને ઊંડાણથી ભજવ્યા છે કે, આ વાર્તા આજના દર્શકોના હૃદયને સ્પર્શી જાય છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande