બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠી, શોધી કાઢતી રાણાવાવ પોલીસ
પોરબંદર, 17 જૂન (હિ.સ.)બરડા ડુંગરમાં ચાલતી દેશીદારૂની ભઠ્ઠી પર રાણાવાવ પોલીસે રેડ કરી કુલ 28 હજારથી વધુનો મુદામાલ કબ્જે કરી એક શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે. પોરબંદરના બરડા ડુંગરમાં દેશીદારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે.પોલીસ દ્વારા અવારનવાર દારૂની ભઠ્ઠીઓ
બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠી શોધી કાઢતી રાણાવાવ પોલીસ


પોરબંદર, 17 જૂન (હિ.સ.)બરડા ડુંગરમાં ચાલતી દેશીદારૂની ભઠ્ઠી પર રાણાવાવ પોલીસે રેડ કરી કુલ 28 હજારથી વધુનો મુદામાલ કબ્જે કરી એક શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.

પોરબંદરના બરડા ડુંગરમાં દેશીદારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે.પોલીસ દ્વારા અવારનવાર દારૂની ભઠ્ઠીઓ પર રેડ કરી ભઠ્ઠીઓ તોડી પાડવામાં આવે છે.ત્યારે રાણાવાવ પોલીસેને બરડા ડુંગરના થોરિયાનેશ વિસ્તારમાં નજીક દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમી મળતા રાણાવાવ પોલીસે થોરિયાનેશ વિસ્તારમાં નજીક રેડ કરતા દેશી દારૂ બનાવવાનો આથો 1000 લીટર થતા ભઠ્ઠીના વિવિધ સાધનો મળી કુલ 28,650 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી ભઠ્ઠી ચલાવનાર ચના હાદાભાઈ કટારા સામે પ્રોહીબિશનનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande