સાઓ પાઉલોએ, મેનેજર ઝુબેલદિયાને પદ પરથી હટાવ્યા
રિયો ડી જનેરિયો,નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.) બ્રાઝિલિયન ફૂટબોલ ક્લબ સાઓ પાઉલોએ ખરાબ પ્રદર્શનને કારણે, આર્જેન્ટિનાના મેનેજર લુઈસ ઝુબેલદિયાને પદ પરથી હટાવ્યા છે. ક્લબે સોમવારે એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપી. બ્રાઝિલિયન સેર
કોચ


રિયો ડી જનેરિયો,નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.)

બ્રાઝિલિયન ફૂટબોલ ક્લબ સાઓ પાઉલોએ ખરાબ પ્રદર્શનને કારણે, આર્જેન્ટિનાના મેનેજર

લુઈસ ઝુબેલદિયાને પદ પરથી હટાવ્યા છે. ક્લબે સોમવારે એક સત્તાવાર નિવેદનમાં આ

માહિતી આપી.

બ્રાઝિલિયન સેરી-એ લીગમાં સાઓ પાઉલોનું પ્રદર્શન અત્યાર

સુધી નિરાશાજનક રહ્યું છે. ટીમ 12 મેચમાં ફક્ત બે જીત સાથે 20 ટીમોના ટેબલમાં 14મા સ્થાને છે.

જોકે, કોપા

લિબર્ટાડોરસમાં, ક્લબે વધુ સારું

પ્રદર્શન કર્યું છે અને તેના ગ્રુપમાં ટોચ પર છે અને હવે ઓગસ્ટમાં કોલંબિયાના

એટલેટિકો નેસિઓનલ સામે પ્રી-ક્વાર્ટર ફાઇનલ રમશે.

ક્લબ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પરસ્પર સંમતિ અને

સૌહાર્દપૂર્ણ રીતે નિર્ણય લેવામાં આવ્યો છે કે લુઈસ ઝુબેલદિયા હવે ટીમનું નેતૃત્વ

કરશે નહીં.

ઝુબેલદિયાએ એપ્રિલ 2024 માં ટીમનો હવાલો સંભાળ્યો અને તેમના કાર્યકાળ દરમિયાન સાઓ

પાઉલોએ 38 મેચ જીતી, 27 ડ્રો અને 20 હારનો સામનો

કરવો પડ્યો.

મીડિયા અહેવાલો અનુસાર,”આર્જેન્ટિનાના ભૂતપૂર્વ સ્ટ્રાઈકર હર્નાન ક્રેસ્પોને સાઓ

પાઉલોના નવા કોચ તરીકે સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે. ક્રેસ્પોએ અગાઉ 2021 માં આઠ મહિના

માટે સાઓ પાઉલોને કોચિંગ આપ્યું હતું. તેમણે નવેમ્બર 2024 માં યુએઈક્લબ અલ આઈન સાથે

અલગ થઈ ગયા અને ત્યારથી તેઓ કોચિંગથી બહાર છે.”

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande