મોડાસા, 18 જૂન (હિ.સ.) મોડાસા પાલિકાના એક કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર સહિત અન્ય લોકો ઉપર ગતરોજ મંગળવાર સાંજના સમયે હિંમતનગરના પુરાલ નજીક બોલેરો ગાડી લઈ આવતા હતા તે સમયે મળતી માહિતી અનુસાર બે વાહનોમાં આવેલા શખ્સોએ કોઈ કારણોસર હીંચકારો હુમલો કરી બોલેરો ગાડીના કાચ તોડી નુકશાન પહોચાડ્યું હતું.ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને હિંમતનગર ની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.આ બાબતે હોવાનું મોડાસા પોલીસ ફરિયાદ પણ નોંધાઇ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.હુમલો કયા કારણે કરવામાં આવ્યો તે કારણ હજુ અકબંધ જોવા મળયું હતું.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ